પોરબંદર
રાણાવાવ નજીક અકસ્માત ના બે અલગ અલગ બનાવો માં બે આશાસ્પદ યુવાનો ના મોત થતા સમગ્ર પંથક માં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.જેમાં હનુમાન ગઢ રહેતી બહેન ના ઘરે જઈ રહેલા ભાઈ નું અકસ્માતે મોત થયું છે તો સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી માં સીડી પર થી લપસી જતા એક સેવાભાવી યુવાન નું મોત થયું છે.

રાણાવાવમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતો અને સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેક્ટરીમાં ઈલેક્ટ્રીશ્યનનું કામ કરતા બાલક્રિષ્ન(ઉદય) જગદીશ ધરદેવ નામનો યુવાન આજે પોતાની ફરજ બજાવતો હતો. તે દરમિયાન સાડા નવેક વાગ્યે સીડી ના પ્લેટફોર્મ માંથી પગ લપસતા તે પડી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ઉદય પક્ષી બચાવો અભિયાન ચલાવતી સંસ્થા સાથે જોડાયેલો હતો અને ખુબ સેવાભાવી હતો.નિશ્વાર્થભાવે કોઈ પણ પરિસ્થિતિ માં પશુ,પક્ષી સાપ, મગર ના જીવ બચાવવા માટે સદાય તત્પર એવા આ યુવાન ના અકસ્માતે મોત ના પરિણામે તેના પરિવાર સહીત મિત્ર વર્તુળ માં પણ ભારે ગમગીની નો માહોલ જોવા મળે છે.

સેવાભાવી યુવાન ઉદય નો ફાઈલ ફોટો

અન્ય એક બનાવ માં પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં. 2 માં રહેતો કમલેશ મસરી ગોરાણીયા ,તેના મોટા બાપુ નો પુત્ર હરદાસ પરબત ગોરાણીયા અને તેમનો મિત્ર ચિરાગ માલદે ખુંટી રાણાવાવના રામગઢ ગામે રહેતી હરદાસ ની ના ઘરે જવા બાઈક નં. GJ 25 L 9130 માં નીકળ્યા હતા. તેઓ રામગઢ ગામના રેલ્વેફાટક પાસે પહોંચ્યા ત્યારે સામે થી રોંગ સાઈડ માં પુરઝડપે આવી રહેલા પેટ્રોલ ટેન્કર નં. GJ 11 X 9663 ના ચાલકે તેમને હડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા બાઈક ફંગોળાઈ ગયું હતું અને ટેન્કર ચાલકે પણ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પણ પલ્ટી મારી ગયું હતું. પેટ્રોલ ભરેલ ટેન્કર પલ્ટી મારી જતા તેનો ચાલક નાસી છૂટ્યો હતો જ્યારે અકસ્માતમાં હરદાસ પરબત ગોરાણીયા (ઉ. વર્ષ 23) નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનોને ઈજા પહોંચતા સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયા હતા, જેમાં ચિરાગને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલ હરદાસભાઈ પરબતભાઈ ગોરાણીયા વિદેશમાં કામ કરતો હતો અને તાજેતરમાં જ વતન પોરબંદરમાં આવ્યો હતો. 1 લી જુનના રોજ તેને ફરી વિદેશ જવાનું હતું પરંતુ વિદેશ જાય તે પહેલા જ આ યુવાનનું મોત નિપજ્યું હતું.
બબ્બે આશાસ્પદ યુવાનો ના મોત ના પરિણામે સમગ્ર પંથક માં ગમગીની નો માહોલ છવાઈ ગયો છે

Advertisement