પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળસીમા ઓળંગી માછીમારી કરી રહેલી પોરબંદરની ત્રણ બોટ ને ઝડપી લઇ તેના ડોક્યુમેન્ટ કબજે કરી ફિશરીઝ વિભાગ ને આગળ ની કાર્યવાહી અર્થે સોપવામાં આવ્યા છે.ફિશરીઝ વિભાગ દ્વારા આ બોટના ફિશિંગ લાયસન્સ અને ડિઝલકાર્ડ સ્થગિત કરવા કાર્યવાહી હાથ ધરી છે.

ભારતીય જળસીમા નજીક તથા નો ફિશિંગ ઝોન માં ફિશિંગ ની મનાઈ છે.તેમ છતાં અવારનવાર ભારતીય જળસીમા નજીક અથવા જળસીમા ઓળંગી માછીમારી કરતી બોટો ઝડપાઈ છે.ત્યારે તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાં પેટ્રોલિંગ દરમ્યાન આઈ એમ બી એલ ઓળંગી માછીમારી કરતી પોરબંદરની 3 બોટને ઝડપી લીધી હતી.જેમા મહેન્દ્ર નાથા વાંદરીયાની માલિકી ની હંસરાજ બોટ,માવજી નારણ વાંદરીયાની માલિકી ની આશાપુરામાં બોટ તથા હેમંત એમ. બરીદુનની શ્રીશુભ વિનાયક બોટનો સમાવેશ થાય છે.

કોસ્ટગાર્ડ દ્વારા ત્રણેય બોટ ના ડોક્યુમેન્ટ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા છે. પોરબંદર ના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક વી.કે.ગોહેલે જણાવ્યું હતું કે તેમના વિભાગ દ્વારા ત્રણેય ફિશિંગ બોટના લાયશન્સ અને ડિઝલકાર્ડ સ્થગિત કરવા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.અને ત્રણેય બોટના લાયસન્સ 90 દિવસ માટે અને ડિઝલકાર્ડ 1 વર્ષ માટે સ્થગિત કરવામાં આવશે.

વધુ માં તેઓએ એવું જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમય માં પાક મરીન દ્વારા ગુજરાત ની બોટો ના અપહરણ ના બનાવો માં વધારો થયો છે.આથી મત્સ્યોદ્યોગ કમિશ્નર દ્વારા માછીમારો ને કેટલાક સૂચનો કરાયા છે.જેમાં આઈ એમ બી એલ ઓળંગવી નહીં,નો ફિશિંગ ઝોનમાં માછીમારોએ પ્રવેશ કરવો નહીં.આઈ એમ બી એલ કાયદા નો ભંગ કરવાથી પડોશી દેશની મરીન સુરક્ષા એજન્સી દ્વારા માછીમારો અને બોટો પકડાવાનું જોખમ રહેલ છે.આથી આઈ એમ બીએલ નજીક પાંચ નોટીકલ માઈલ ની અંદર માછીમારી કરવી નહી.આઈ એમ બી એલ બહારના વિસ્તારની બોટો સાથે પ્રતિક્રિયા કરવી નહીં,ફિશિંગ દરમ્યાન જીપીએસ બંધ રાખવું નહિ,માછીમારી દરમ્યાન બોટના ખલાસીઓએ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સંબંધિત જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સહીત ના સૂચનો કરાયા છે.જે અંગે બોટ એસોસીએશન, માછીમાર આગેવાનો, તથા બોટ માલિકો ને પણ જાણ કરાઈ છે.

Advertisement