કુતિયાણા
કુતિયાણા ગામે હાઈવે પર આવેલ નોનવેજ ની રેકડી ખાતે ગત રાત્રે બઘડાટી બોલી હતી જેમાં કુતિયાણા પાલિકા પ્રમુખ ના બન્ને પુત્રો સહીત ૧૬ જેટલા શખ્સો સામે ફાયરીગ અને તોડફોડ ઉપરાંત ચાર થી વધુ લોકો પર હુમલો કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપીઓ ને ઝડપી લેવા ઠેર ઠેર દરોડા નો દોર શરુ કર્યો છે

કુતિયાણા ગામે રહેતા અનસ આસીફ ખોખર (ઉવ ૩૪) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ કુતિયાણાથી થાેડેદુર નેશનલ હાઇવે ઉપર હામદપરાના પાટીયા પાસે તેની નોનવેજ ની રેકડી આવેલી છે જ્યાં ગતરાત્રે 11 વાગ્યાના સુમારે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેનના પુત્ર નાગા માલદે આેડેદરા અને આવડા પોલા એ બે શખ્સો આવ્યા હતા અને અનસના ભાઇ સાથે બોલાચાલી કરી, થપ્પડો મારી અને ચાલ્યા ગયા હતા
આથી અનસ આસીફ ખોખર તથા તેના કાકા કુતિયાણા નગરપાલિકાના વિપક્ષી નેતા અસલમ જોરાવરભાઇ ખોખર અને અન્ય લોકો કુતિયાણા પોલીસ સ્ટેશને પાલિકાના પ્રમુખના પુત્ર અને તેના સાથીદાર સામે પોલીસ ફરિયાદ લખાવવા ગયા હતા.
એ દરમિયાન માં નગરપાલિકા પ્રમુખના પુત્ર નાગા માલદે આેડેદરા તથા તેનો ભાઇ બીટુ માલદે ઉપરાંત આવળા પોલા, દિલીપ લખુ, હમીદ ગામેતી, હમીર અને 10 અજાણ્યા શખ્શો ત્રણ જેટલી ફોરવ્હીલ કાર માં રિવોલ્વર, બેઝબોલના ધોકા અને લાકડીઆે લઇને આવી પહોંચ્યા હતા અને એ દરમિયાન ત્યાં રેકડી પાસે હાજર રહેલા સાહીદ રસીદ ખોખર, આસીફ સલીમ ખોખર, અજમદ આસીફ ખોખર, જુબેર આસીફ ખોખર, સોહીલ અબાદાદા ઝેરી, તનવીર જોરાવર ખોખર વગેરેને આડેધડે માર મારવા લાગ્યા હતા. એટલું જ નહી પરંતુ સરવર જોરાવર ખોખરને આંખમાં સ્પ્રે માર્યો હતો. અનસ ખોખરે ફરિયાદ માં એવું પણ જણાવ્યું છે કે, નાગા માલદે, બીટુ માલદે અને દિલીપ લખુના હાથમાં રિવોલ્વર હતી અને તેઆેએ અંધાધુંધ ફાયરીગ કર્યુ હતું તથા ફરિયાદનું કારણ એવું દશાર્વ્યું છે કે, અનસના કાકા અસલમ જોરાવર ખોખર સુધરાઇસભ્ય છે અને કુતિયાણા નગરપાલિકાના વિપક્ષી નેતા છે આથી કાકા સાથે આ યુવાનો ફરતા હોવાથી તેનું મનદુઃખ રાખીને ધમાલ કરી હોવાનું જણાવ્યું છે.
બનાવ ના પગલે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ કુતિયાણા ખાતે દોડી ગયા હતા પોલીસ દ્વારા આરોપીઓ ને ઝડપી લેવા ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બનાવ ના પગલે કુતિયાણા સહીત પોરબંદર જીલ્લા માં ભારે ચકચાર મચી ગઈ છે

Advertisement