પોરબંદર
કુતિયાણા ની મુખ્ય બજાર માં આવેલી એક કટલેરી અને ગૃહ વપરાશ ની ચીજ વસ્તુ નું વેચાણ કરતી દુકાન માં થી પોલીસે જોખમી રીતે સંગ્રહ કરવામાં આવેલા દોઢ લાખ ની કીમત ના ફટાકડા કબજે કરી અને દુકાનદાર ની ધરપકડ કરી છે

કુતિયાણાના બહારપુરામાં રહેતા રોશન રીજુમલ તારાચંદાણી(ઉવ ૩૪) નામના યુવાને કુતિયાણાના એમ.જી.રોડ ઉપર આવેલ રોશન વસ્તુ ગૃહભંડાર નામની દુકાનમાં કટલેરી અને  ગૃહવપરાશને લગતી ચીજવસ્તુઓની સાથોસાથ એકસ્પ્લોઝીવ ફટાકડાના લાયસન્સની શરતોનો ભગં કરીને જુદી–જુદી કંપનીના ફટાકડાનો જથ્થો જોખમી રીતે રાખ્યો હોવાની માહિતીના આધારે પોલિસે   દરોડો પાડયો હતો જેમાં લાયસન્સ શરતનો ભંગ થયો  હોવાનું બહાર આવતા ૧ લાખ પ૯ હજાર પ૦ ના ફટાકડાનો મુદ્દામાલ જોખમી રીતે રાખ્યો હોવાનું જણાતા આ તમામ મુદ્દામાલ કબ્જે કરીને એકસપ્લોજીવ એકટ ૧૮૮૪ ની કલમ ૯ બી મુજબ ગુન્હો નોંધી રોશનની ધરપકડ કરી છે

Advertisement