કુતિયાણા

કુતિયાણા ના ધ્રુવાળા ગામે વન વિભાગ નો ઘાસ ડેપો આવેલ છે અહીંથી ટ્રક મારફત ઘાસચારો દ્વારકા જીલ્લા તરફ મોકલવામાં આવતો હતો ત્યારે ધ્રુવાળા ઉપરાંત આસપાસ ના કેટલાક ગામ ના લોકો એ આ ટ્રક અટકાવ્યા હતા અને નજીક ના ગામો માં ઘાસ નું વિતરણ કર્યા બાદ  જ અન્યત્ર ઘાસચારો મોકલવા રજૂઆત કરી હતી જો કે બાદ માં વહીવટીતંત્ર અને વન વિભાગ ની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધ્રુવાળા ગામે વન વિભાગ નો  ઘાસ ડેપો આવેલ છે હાલ માં કુતિયાણા તાલુકા માં વરસાદ ન પડવાના લીધે દુષ્કાળ જેવી સ્થિતિ છે અને સમગ્ર કુતિયાણા તાલુકો ખેતી અને પશુપાલન પર નિર્ધારિત છે પરંતુ પશુઓ  ને ખવડાવા ઘાસચારો નો હોવાને કારણે આ વિસ્તાર 20 થી વધુ માલધારી પોતાના પશુ લઇ હિજરત કરી ચુક્યા છે .ધ્રુવાળા , હેલાંબેલી,ટીબી નેસ સહીત આસપાસ ગામડા ના આગેવાનો દ્વારા  દ્વારા છેલ્લા છ મહિના થી કલેકટ અને મામલતદાર ને લેખિત  માં આ વિસ્તાર માં ઘાસચારો આપવા રજૂઆત  કરી હતી આ વિસ્તાર મોટી સંખ્યામાં માલધારી લોકો વસવાટ કરે છે જે હિજરત  કરી રહ્યા છે જો ઘાસ ચારો આપવામાં આવે તો હિજરત  થતા અટકે અને તેઓના  મૂંગા પશુઓના  જીવ બચી શકે.પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જયારે આજે આ ઘાસ ડેપો ખાતે થી દ્વારકા વિસ્તાર અછતગ્રસ્ત જાહેર કરાયો હોવાથી ટ્રક મારફત અહીંથી ઘાસચારો મોકલવામાં આવતો હતો જેથી ગ્રામજનો માં રોષ જોવા મળતો હતો આથી આજે ટ્રક દ્વારકા તરફ રવાના થતી હતી ત્યારે કેટલાક મહિલાઓ સહીત ના ગ્રામજનો વન વિભાગ ના ઘાસ ડેપો ની બહાર બેસી ગયા હતા અને  અને વિરોધ નોંધાવ્યો હતો બનાવ ની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી અને બાદ માં વન વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનો ને  યોગ્ય જગ્યા એ રજૂઆત કરવા જણાવ્યું હતું અને સમજાવટ થી   મામલો થાળે પાડ્યો હતો

વન વિભાગ ની મીડિયા સામે તાનાશાહી

આજે આ સમગ્ર ઘટના નું  કવરેજ કરવા ગયેલ મીડિયાકર્મીઓ સામે વન વિભાગ ના કેટલાક કર્મચારીઓ એ તાનાશાહી બતાવી હતી અને તેઓના કેમેરા છીનવી લેવામાં આવ્યા હતા અને  વનવિભાગ ના ગાર્ડ દ્વારા અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો અને  અધિકારી દ્વારા કવરેજ માટે પરમિશન મળે ત્યાર બાદ જ કવરેજ કરી શકો તેવું જણાવી રીતસર તાનાશાહી આચરી હતી

ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે બહાર લઇ જતા ઘાસ ના ટ્રકો કાયદેસર હોય તો શા માટે વનવિભાગ કવરેજ કરવા માટે પ્રતિબંધ લગાવે છે  ભૂતકાળ માં અહી ના વન વિભાગ  માં  ભ્રષ્ટાચાર મામલે અનેક લોકો ની બદલી થઇ છે અને કેટલાક સામે તપાસ પણ ચાલી રહી છે