પોરબંદર
જુનાગઢ રેન્જના આઇ.જી.પી. સુભાષ ત્રીવેદી તથા પોરબંદર પો.અધિ.સા. ડો.પાર્થરાજસિહ ગોહિલ તથા ઇન્ચાર્જ ના.પો.અધિ. નાઓની પ્રોહી.ની બદી દુર કરવા માટેની સુચના આધારે આજરોજ કુતિયાણા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.એસ.ડી.રાણા સાહેબ તથા પો.હેડ.કોન્સ એચ.ડી.સીસોદીયા, પી.વી.મકવાણા, સી.ટી.પટેલ તથા પો.કો નટવર દુદાભાઇ, ભરત ભોજાભાઇ , દિનેશ અમૃતભાઇ તથા લોકરક્ષક નિલેશ સરમણભાઇ રાતિયા, દેવાયત રણવીરભાઇ, દિનેશ જયતીલાલ, રમેશભાઇ જીવાભાઇ એ રીતેના કુતીયાણા પોલીસ સ્ટાફના માણસો ચૌટા ચેક પોસ્ટ વાહન ચેકિગ ની કામગીરી મા હતા તે દરમ્યાન પો.કોન્સ નટવર દુદાભાઇ ઓડેદરા ને ખાનગી રાહે બાતમી મળેલ કે ઉપલેટા રોડ તરફથી ટ્રક નં RJ 07 GA 4777 નો ટ્રક ચાલક ટ્રક માં ભારતીય બનાવટ નો વિદેશી દારુ ભરીને પોરબંદર તરફ ચૌટા ચેક પોસ્ટ થી પસાર થઇ જવાનો હોય જેથી પંચોને સમજ કરી સાથે રાખી હકિકત આધારે કુતિયાણા પો.સ્ટાફ વાહન ચેકીગ મા હતા દરમિયાન સદર ટ્રક ચૌટા ચેકપોસ્ટ બાજુ આવતા સદર ટ્રક ને રોકી ચેક કરતા જે મળેલ હકીકત નંબર વાળો ટ્રક હોય જે ટ્રકમાં દેશી ખાતર ભરેલ હોય જેની આડમાં ટ્રકની કેબીનમાં ડ્રાઇવર સીટની પાછળના ભાગની શીટ ફેરવી જોતા શીટની પાછળના ભાગે ખાનુ આવેલ હોય જે ખાનામાથી ટ્રકના પાછળના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરેલ બોકસ નંગ-૪૧૫ જેમા બોટલો નંગ-૪૯૮૦ કિ.રૂ. ૧૫,૮૬,૭૦૦/- તથા ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ કિરૂા. ૩૧,૧૧,૨૭૦/- નો મુદામાલ મળી આવતા ટ્રક ચાલક જગરામ ભગવાનારામ બિશ્નોઇ રહે.ખારા રાઠોડાન તા.રામસર જી.બાડમેર રાજસ્થાન, વાળાની ધરપક્કડ કરેલ તેમજ દારૂ ભરાવનાર પોતાના શેઠ ટ્રક માલીક રમેશકુમાર ગીરધારી રામ રહે.કારવારા તા.રાનીવારા જી.જાલોર મોકલનાર વિગેરે ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશનએક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement