પોરબંદર

ખેડૂતોએ રાત ઉજાગરા કરીને ખેતી ન કરવી પડે અને દિવસે વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે સાસદ રમેશભાઇ ધડુકે કુતિયાણા તાલુકાના ૧૪ ગામોમાં આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે યોજનાનો પ્રારંભ કરી સાંસદ રમેશભાઇ ધડુકે ખેડૂતોને શુભકામના પાઠવીને જણાવ્યું કે, કિસાન સૂર્યોદય યોજનાથી કુતિયાણા તાલુકાના ખેડૂતો દિવસે પુરતી વીજળી મેળવીને મબલક પાકનુ ઉત્પાદન કરશે. જગતના તાત એવા ખેડૂતો અને તેના પરિવારની ચિંતા કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. લોકોની ભૂખ ભાંગતા ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના થકી દિવસે સરળતાથી વીજળી મળવાથી રાજ્યના ખેડૂતો દિવસે પણ પાણીની મોટર ચાલુ કરી શકશે.

આ ૧૪ ગામોમા અમર, બિલડી, ચૈાટા, ડાડુકા, ધૃવાળા,ગોકરણ, હામદપરા, હેલાબેલી, ખૂનપૂર, માલણકા, રોઘડા, સિંધપુર, ટેરી અને વડાળા ગામનો સમાવેશ થાય છે.

કુતિયાણા સુદામા ડેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમા પાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરા,ઘેડ પંથક ના અગ્રણી અને માજી જીલ્લા પંચાયત પ્રમુખ રમેશ પટેલ,જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા,મામલતદાર સંદીપ જાદવ, પી.જી.વી.સી.એલ, જેટકોના અધિકારીઓ, ખેડૂત અગ્રણીઓ, અમંત્રિત મહેમાનો તથા માસ્ક પેરીને સામાજિક અંતર સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્યની ટીમ દ્રારા કોરોનાના સંક્રમણને ધ્યાનમા રાખીને કાર્યક્રમમા ઉપસ્થિત રહેલા તમામ લોકોનુ હેલ્થ સ્ક્રિનીંગ કરાયુ હતુ.

Advertisement