પોરબંદર

કુતિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર માં એમ્બ્યુલન્સની ખૂબ જ જરૂરિયાત હોય અને જયારે એમ્બ્યુલન્સ ની જરૂર હોય ત્યારે પોરબંદર ઉપલેટા અથવા માણાવદર વિસ્તારોમાંથી મંગાવી પડતી હતી.તેથી ડબલ ડબલ ખર્ચ  થતો હતો.ત્યારે કુતિયાણા મહેર શક્તિ સેના દ્વારા ફંડ એકત્રિત કરી અને એમ્બ્યુલન્સ ની શરૂઆત કરી હતી.આ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કુતિયાણા બાયપાસ આવેલો બાલાહનુમાન ખાતે રાખવામાં આવ્યું હતું.જેમાં બાલા હનુમાન ના મહંત શ્રી વિશ્વંભર દાસ મહારાજ દ્વારા લોકાર્પણ કરી ખુલ્લો મુકાયો હતો.

પોરબંદર જિલ્લા મહેર શક્તિ સેના નેજા હેઠળ કુતિયાણામાં પણ એમ્બ્યુલન્સની સેવા આપતા લોકોમાં ખુશી જોવા મળી હતી.આ તકે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમજ અનેક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સેનાના પ્રમુખ કરશનભાઇ ઓડેદરા માર્ગદર્શન હેઠળ ચાર જેટલી એટલે એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી હતી.જેમાં બે એમ્બ્યુલન્સ નો પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તાર ને લાભ મળશે.એક ભાણવડ અને આસપાસ ના ગામડાઓને લાભ મળશે.અને આ એમ્બ્યુલન્સથી કુતિયાણા અને કુતિયાણાના  ગ્રામ્ય વિસ્તારોને લાભ મળશે.

તમામ જ્ઞાતિઓ માત્ર  ટોકન ભાડા ઉપર આ  એમ્બ્યુલન્સ નો લાભ મળશે.કુતિયાણા શહેરમાં એમ્બ્યુલન્સના લોકાર્પણ માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો ઘણા સમાજે ભાવભર્યું સ્વાગત કર્યું હતો.અને કુતિયાણા મહેર શક્તિ સેના નું ફૂલ અને શાલથી સન્માન  કરવામાં આવ્યું હતું.લોકો માં પણ એમ્બ્યુલન્સ  લોકાર્પણ ને લઈને ખુશી જોવા મળી હતી.કારણ કે ગરીબ અને મધ્યમવર્ગને માત્ર ટોકન દરે હવે એમ્બ્યુલન્સની સગવડ મળશે.

Advertisement