પોરબંદર
કોરોના મહામારી ને કારણે છેલ્લા સાત માસ થી બંધ રહેલ પોરબંદર નો અસ્માવતી રીવરફ્રન્ટ આગામી ૧૫ ઓક્ટોબર થી કાર્યરત થશે.
કોરોના મહામારી ના કારણે પોરબંદર ના તમામ ધાર્મિક સ્થળ,પ્રવાસન સ્થળ અને બાગબગીચા તંત્ર દ્વારા બંધ કરવાનો આદેશ અપાયો હતો.જેના પગલે પોરબંદર નો નવનિર્મિત અસ્માવતી રીવરફ્રન્ટ પણ છેલ્લા સાત માસ થી બંધ કરી દેવાયો હતો.

Advertisement

તાજેતર માં અનલોક ૫ દરમ્યાન બાગબગીચા સહીત ના સ્થળો ખોલવાને મંજુરી અપાઈ છે.ત્યારે આગામી ૧૫ ઓક્ટોબર થી અસ્માવતી રીવરફ્રન્ટ પણ કોરોના ગાઈડલાઈન્સ ના પાલન સાથે શરુ કરવામાં આવશે.જેના પગલે શહેરીજનો માં ખુશી નું મોજું ફરી વળ્યું છે.ઉલ્લેખનીય છે કે રીવરફ્રન્ટ ખાતે સાંજે મોટી સંખ્યા માં શહેરીજનો ફરવા માટે તો જતા જ હોય છે.તે સિવાય વહેલી સવારે નિયમિત યોગા અને વોકિંગ માટે પણ અનેક લોકો જતા હોય છે. ઉપરાંત અહી ફરવા આવનાર માટે અવનવી વોટર રાઇડ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.જેથી લોકાર્પણ ના ટૂંકા ગાળા માં જ રીવરફ્રન્ટે લોકો ના દિલ માં અનેરું સ્થાન મેળવ્યું છે.

Advertisement