Thursday, August 18, 2022

|| तुम रक्षक काहू को डरना ||

આદિત્યાણા ગામે મધરાતે પેટ્રોલ પુરાવવા ઉઠાડતા ઉઠવામાં વાર લાગતા પેટ્રોલપંપ કર્મચારી પર બાઈક ચાલક દ્વારા હુમલો

પોરબંદર

આદિત્યાણા ગામે પેટ્રોલપંપના કર્મચારીને મધરાતે ઉઠવામાં વાર લાગતા પેટ્રોલ પુરાવા આવનાર બાઈક ચાલકે માર મારી જાન થી મારી નાખવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાણાવાવ ના આદિત્યાણા ગામે કુમાર શાળા ની બાજુ માં રહેતા અને ગામ માં આવેલ પેટ્રોલપંપ ખાતે ફરજ બજાવતા દેવાભાઈ જીવાભાઈ તરખાલા (ઉવ ૨૬)નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે ગત રાત્રે પેટ્રોલપંપ પર નાઈટ ડ્યુટી માં હતો.અને રાત્રે ચારેક વાગ્યે નવાપરા વિસ્તાર માં રહેતો હરેશ વેજા ગુરગુટીયા નામનો શખ્શ તેનું બાઈક લઇ ને પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પુરાવા આવ્યો હતો.અને દેવાભાઈ ને જગાડ્યા હતા.

પરંતુ દેવાભાઈ ઊંઘ માં હોવાથી તેને ઉઠવામાં વાર લાગતા હરેશ ઉશ્કેરાઈ ગયો હતો.અને જેમ ફાવે તેમ ગાળો કાઢવા લાગ્યો હતો.આથી દેવાભાઈ એ તેને ગાળો કાઢવાની ના પાડતા તેણે દેવાભાઈ પર હુમલો કરી માર માર્યો હતો.આથી અન્ય કર્મચારી એ વચ્ચે પડી ને છોડાવ્યો હતો.ત્યાર બાદ હરેશ તેને જાન થી મારી નાખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો.ઈજાગ્રસ્ત બનેલા દેવાભાઈ ને સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.તેની ફરિયાદ ના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on whatsapp
WhatsApp
Share on email
Email
Share on print
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે