આપઘાત કરનાર યુવતી -તસ્વીર, નિકુંજ ચૌહાણ રાણાવાવ

રાણાવાવ
રાણાવાવ ના આદિત્યાણા ગામે બે માસ પહેલા જ લગ્ન થયા હતા તે નવવધુ એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે મામલે મૃતક યુવતી ના માતા એ પોતાની પુત્રી ને દહેજ માટે ત્રાસ આપવા અંગે યુવતી ના પતી,સસરા,દિયર અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દહેજભૂખ્યા સાસરિયા ના ત્રાસ થી નવવધુ એ આપઘાત કરી લેતા નાના એવા આદિત્યાણા ગામ માં અરેરાટી વ્યાપી ગઈ છે

બે માસ પહેલા જ લગ્ન
સુત્રાપાડા ગામે રહેતા મનીષાબેન કુંભાભાઈ મેર,કોળી (ઉવ ૨૨) નામની યુવતી ના લગ્ન ગત ૧૯ ફેબ્રુઆરી ના રોજ રાણાવાવ ના આદિત્યાણા ગામે રહેતા ચીમન રીણાભાઈ ગરેજા સાથે સુત્રાપાડા ખાતે આયોજિત કોળી સમાજ ના સમુહલગ્ન માં થયા હતા .મનીષાબેને ગત મોડી રાત્રે પોતાના સાસરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

મૃતક ની માતા એ સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી
મનીષાબેને આપઘાત કર્યો હોવાની જાણ તેના સુત્રાપાડા રહેતા માવતર ને થતા તેઓ આજે આદિત્યાણા ખાતે દોડી આવ્યા હતા અને મનીષાબેન ને તેમના સાસરિયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ અપાતો હોવાથી તેને આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને બાદ માં મનીષાબેન ના માતા જેનુબેન કુંભાભાઈ એ આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી જેમાં તેઓએ તેઓએ એવું જણાવ્યું હતું કે તેમની પુત્રી મનીષા ને લગ્ન ના ૧૫ દિવસ બાદ થી જ તેના પતી ચીમન રીણા ,સસરા રીણાભાઈ ગરેજા,દિયર ચેતન રીણા તથા નણંદ સોનલ રીણા વગેરે દ્વારા માવતરે થી દહેજ માં સોનાના દાગીના લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું અને યેનકેન પ્રકારે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મનીષાબેન દાગીના ન લાવતા તેમને અવાનવાર ત્રાસ આપી અને મરવા માટે મજબુર કરવામાં આવ્યા છે પોલીસે આ અંગે તમામ સાસરિયાઓ વિરુધ ગુન્હો નોંધી અને તમામ ની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આજ ની ૨૧ મી સદી માં પણ દહેજ નો દાનવ હજુ પણ આશાસ્પદ નવવધુઓ નો ભોગ લઇ રહ્યો છે અને આજે પણ હજુ કેટલીક જ્ઞાતિ અને સમાજ માં દહેજપ્રથા છે ત્યારે આ અંગે સામાજિક જાગૃતિ પણ જરૂરી બની છે

Advertisement