Monday, September 26, 2022

|| तुम रक्षक काहू को डरना ||

અમદાવાદ સીએ એસોસિએશન ના સેક્રેટરી તરીકે ભાણવડ ના મયુરભાઈ મોઢા ની નિયુક્તિ

પોરબંદર

તાજેતરમાં ભારતના સૌથી મોટા અને સૌથી પ્રતિષ્ઠિત એવાં ત્રણમાંના એક એવાં,અમદાવાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનનાં સેક્રેટરી તરીકે સીએ મયુરભાઈ મોઢાની નિયુક્તિ થઈ છે,જે ભાણવડ એવમ દરેક ભાણવડવાસી માટે આ ગૌરવનો ગૌરવરણો અવસર છે.

સરકારમાં પણ અમદાવાદ ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન તરફથી મોકલવામાં આવતા સૂચનોને ધ્યાનમાં લેવાતા હોય છે. તેઓ અમદાવાદ ખાતે કાર્યરત એવી એમ.એચ મોઢા કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં પાર્ટનર છે.છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ ગુજરાતી + રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલ પર બજેટને લગતાં વિવિધ કાર્યક્રમમાં પેનાલીસ્ટ તરીકે પોતાનાં અમુલ્ય મંતવ્યો રજૂ કરવાંની સેવા આપે છે.આ ઉપરાંત, અવારનવાર, ભાણવડ તથા પોરબંદર ખાતે તેઓ જીએસટી અને કેરિયર કાઉન્સેલિંગનાં સેમીનાર યોજે છે.તેઓ ભાણવડના પ્રસિદ્ધ મોઢા પરિવારમાંથી આવે છે જે વ્યવસાયે ત્રણ પેઢીથી એકાઉન્ટ તથા શિક્ષક તરીકે સેવા આપે છે,એ ઉપરાંત, આ મોઢા પરિવારની અનેક પેઢીઓએ રાજ-જયોતિષ તરીકે સેવા આપી છે,આ પરિવાર જ્યોતિષશાસ્ત્ર+ વાસ્તુશાસ્ત્ર + યોગ + આયુર્વેદમાં નોંધપાત્ર યોગદાન ધરાવે છે.ઉપરાંત ગણિત હોય કે પ્રાકૃત વિજ્ઞાન હોય કે આધુનિક વિજ્ઞાન હોય, ભાષા હોય, આવાં અનેક વિષયોમાં અદભૂત પ્રભુત્વ ધરાવે છે.આ ઉપરાંત સીએ સરજુભાઈ મહેતાની નિયુક્તિ પ્રેસિડેન્ટ તરીકે,સીએ શિવાંગ ભાઈ ચોકસી ની નિયુક્તિ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અને જયભાઈ પારેખની સેક્રેટરી તરીકે નિમણૂક થયેલ છે.ઉલ્લેખનીય છે કે સીએ મયુર મોઢા પોરબંદર ના  પં. ડૉ. હિતેષ મોઢાનાં લઘુ બંધુ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે