પોરબંદર

પોરબંદરમાં છેલ્લા ચાર દિવસ થી ગણેશજી ની સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવે છે.ત્યારે આજે મંગળવારે દુંદાળા દેવ ને ભાવભરી વિદાય આપવામાં આવશે.જે અંગે તંત્ર દ્વારા શહેરના વિવિધ 4 સ્થળોએ ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા કરી છે.

પોરબંદરમાં ગણેશ ચતુર્થીના દિવસે પંડાલો તથા ઘરો માં ગણેશજીની ભક્તિભાવ પૂર્વક ઢોલ શરણાઈ ના નાદ અને અબીલ ગુલાલ ની છોળો વચ્ચે સ્થાપના કરી હતી.શહેરમાં નાના મોટા મળી ૪૦૦ સ્થળે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.જ્યાં ભક્તો દ્વારા દુંદાળા દેવ ને દરરોજ સવારે સાંજ આરતી કરી પૂજા અર્ચના કરવામાં આવે છે.તથા મોદક નો પ્રસાદ ધરવામાં આવે છે.શહેરમાં વિવિધ ગણેશજીના પંડાલ ખાતે દરરોજ ભક્તો એ મોટી સંખ્યા માં દર્શન નો લ્હાવો લઈ રહ્યા છે.

ત્યારે આજે મંગળવારે ગણેશજી ની પૂજા કરી અબકે બરસ તું જલ્દી આ ના નાદ સાથે ભાવભરી વિદાય આપવામાં આવશે.ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે તંત્ર દ્વારા 4 સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં છાયા વિસ્તારમાં આવેલ રઘુવંશી સોસાયટી પાછળ કૃત્રિમ ખાડાની સુવિધા ઉભી કરી છે.જેમાં કોઝવે ની ડાબી બાજુ નાની મૂર્તિઓ અને જમણી સાઈડ મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.જ્યારે બોખીરા વિસ્તારમાં બીએસયુપી આવાસ યોજના સામે ચારણઆઈ મંદિર પાસે,તથા બોખીરા વિસ્તાર માં જ નંદેશ્વર તળાવ અને અસ્માવતી ઘાટે આવેલ સોમનાથ મહાદેવ મંદિર પાસે ગણેશ વિસર્જન ની વ્યવસ્થા કરવામાં આવી છે.અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને શહેરીજનો ભક્તિભાવ સાથે દુંદાળા દેવ ને ભાવભરી વિદાય આપશે.

Advertisement