Advertisement

પોરબંદર
પોરબંદર નજીક હાઇવે પર અકસ્માત માં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ શિયાળને વન વિભાગે સારવાર કરી નવજીવન આપ્યું છે.
પોરબંદર ખંભાળિયા હાઈવે પર ત્રણ માઈલ નજીક એક અઠવાડિયા પહેલા પુરપાટવેગે જઈ રહેલા અજાણ્યા વાહન ની હડફેટે એક શિયાળ આવી જતા તેને ગંભીર ઈજાઓ થઇ હતી.આથી સ્થાનિકે આ અંગે વનવિભાગને જાણ કરતા વનપાલ મહેન્દ્ર ચૌહાણ અને આર.બી. મોઢવાડીયા તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને ઇજાગ્રસ્ત શિયાળને પોરબંદર ના પક્ષી અભયારણ્ય ખાતે લાવ્યા હતા.અહી વન વિભાગ ના તબીબ ડો ભરત કણજારીયાએ તેની સઘન સારવાર કરી હતી અને નિયમિત સાર સંભાળ અને સારવાર ના કારણે આ શિયાળ ની સ્થિતિ માં ઘણો સુધારો થયો છે.અને હજુ એકાદ અઠવાડિયા ની સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેને જંગલ માં છોડવામાં આવશે.તેવું વન વિભાગ ના અધિકારીઓ એ જણાવ્યું છે.

જુઓ આ વિડીયો

Advertisement