Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video : પોરબંદર ની દિવ્યાંગ ડાન્સરે કર્યો એરિયલ સિલ્ક રોપ ડાન્સ :સામાન્ય લોકો માટે પણ મુશ્કેલ ગણાતો આ ડાન્સ દીવ્યાંગો માં દેશ માં સૌ પ્રથમ વખત પોરબંદર ની કૃપા એ કર્યો :મલયાલમ ટીવી ચેનલ ના દીવ્યાંગો માટે ના ખાસ રીયાલીટી શો માં કર્યો આ ડાન્સ

પોરબંદર
પોરબંદર ની દિવ્યાંગ વ્હીલચેર ડાન્સરે તાજેતર માં મલયાલમ ટીવી ચેનલ ના દીવ્યાંગો માટે ના ખાસ રીયાલીટી શો માં એરિયલ સિલ્ક એટલે કે રોપ ડાન્સ કરી દર્શકો ને આશ્ચર્યચકિત કરી દીધા હતા નોર્મલ માણસો માટે પણ અઘરો ગણાતો આ ડાન્સ કોઈ દીવ્યાંગે કર્યો હોવાનો પ્રથમ બનાવ હોવાનું વ્હીલચેર ડાન્સરે જણાવ્યું હતું
પોરબંદર ની દિવ્યાંગ વ્હીલચેર ડાન્સર કૃપા લોઢીયા એ તાજેતર માં કેરાલા ના કોચી શહેર માં મલયાલમ ભાષા ની ટીવી ચેનલ મનોરમા ના દીવ્યાંગો માટે ના ખાસ રીયાલીટી શો બીગ સેલ્યુટ માં ભાગ લીધો હતો અને આ શો માં તેણે એરિયલ સિલ્ક એટલે કે રોપ ડાંસ કરી ને દર્શકો ને આશ્ચર્યચકિત કરી દીધા હતા કારણ કે રોપ ડાન્સ એ નોર્મલ લોકો માટે પણ મુશ્કેલ માનવામાં આવે છે અને ખુબ મહેનત માગી લે છે આ રીયાલીટી શો માં તેણે દિલ્હી ના ગોલ્ડ મેડાલીસ્ટ મી.વ્હીલચેર ઇન્ડિયા ગુલફામ અહેમદ સાથે ભાગ લીધો હતો. મલયાલમ ચેનલ ના આ શો માં ગુજરાત માં થી એક માત્ર પોરબંદર ની કૃપા લોઢીયા એ જ ભાગ લીધો હતો .કૃપા એ જણાવ્યું હતું કે આ શો માં વ્હીલચેર ડાન્સ માટે તેણે ત્રણ દિવસ પ્રેક્ટીસ કરી હતી જયારે એરિયલ સિલ્ક માટે કોઈ તૈયારી ન હતી અને સીધું સ્ટેજ પર જ પરફોર્મન્સ કર્યું હતું દેશ માં કોઈ દીવ્યાંગે એરિયલ સિલ્ક રોપ ડાન્સ કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના હોવાનું પણ કૃપા એ જણાવ્યું હતું આ તેનો બીજો રીયાલીટી શો હતો અગાઉ તેણે ૨૦૧૮ માં દુબઈ ખાતે આયોજિત ઇન્ડીયાઝ ગોટ ટેલેન્ટ નામના ડાન્સ રીયાલીટી શો માં ભાગ લીધો હતો .અને અત્યાર સુધી માં તેને વિવિધ કેટેગરી માં કુલ ૧૭ જેટલા એવોર્ડ મળી ચુક્યા છે.

જુઓ આ વિડીયો  (વિડીયો સૌજન્ય -મનોરમા ચેનલ) 

 

એરિયલ ડાન્સ એટલે કે રોપ ડાંસ એટલે શું
જ્યારે રોજિંદી ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં કામના વધતા પ્રેશરના કારણે ટેન્શન અને અન્ય બિમારીઓનું શરીર ઘર થઇ જતું હોય છે, ત્યારે આવી ભાગ-દોડ વાળી લાઇફમાં ફિટ રહેવા માટે હવે મેટ્રો સીટી ની યુવતીઓમાં એરિયલ ડાન્સ બેસ્ટ ગણવામાં આવે છે. જે ડાન્સની મજા આપવા સાથે ટેન્શન પણ દૂર કરે છે. અને સ્ટ્રેસ ફ્રી અને તંદુરસ્ત પણ રાખે છે વિવિધ પ્રકારના એરિયલ ડાન્સ કરવામાં આવતા હોય છે. આ ડાન્સ ફોર્મમાં સ્ટ્રેડલ, બુલેટ ફોલ, સ્કોર્પિયન, કુકુન, મડ મેડ, ફ્રન્ટ ફોલ, બેક ફિલીપ જેવા ડાન્સ ફોર્મ કરવામાં આવે છે. હવામાં ઝુલતા વિવિધ પ્રકારના ડાન્સ ફોર્મ કરવામાં આવે તેને એરિયલ ડાન્સ કરવામાં આવતો હોય છે. આ ડાન્સ ફોર્મમાં હોમોક (હિંચકા જેવી વસ્તુ) હોય છે, જેના પર લટકીને ડાન્સ તૈયાર કરવામાં આવતો હોય છે. એરિયલ ડાન્સમાં એક હુકમાં બે પોલિસ્ટર સિલ્ક રોડ લગાવીને ડાન્સ કરવામાં આવતા હોય છે, જેથી તે વધારે રીસ્કી થઇ જાય છે. આ સાથે પોલિસ્ટર સિલ્ક મટિરિયલ યુઝ કરવામાં આવે છે જેથી પડવાનો ડર રહેતો નથી.
કૃપા લોઢીયા વિશે
પોરબંદર ની  કૃપા લોઢીયા અગાઉ 12 વર્ષ સુધી પોતાની દિવ્યાંગતાને કારણે ઘરની બહાર નીકળી ન હતી   અને ત્યારબાદ છેલ્લા થોડા  વર્ષમાં કૃપાએ અનેક સિદ્ધિઓ મેળવી છે. કૃપા જ્યારે 2 વર્ષ ની હતી ત્યારે તેના જન્મદિવસે જ તેમની માતા તેને રીક્ષામાં લઇ જતા હતા તે દરમ્યાન રીક્ષા પલટી મારી જતાં કૃપાને ગરદન નાં પાછળના ભાગે કરોડરજ્જુ માં સળીયો લાગી જતાં કૃપાનાં હાથપગ કામ કરતાં બંધ થઇ ગયા હતા. ડોક્ટરે કહ્યું હતું કે આનો કોઇ ઉપાય નથી, કૃપા પોતાનાં ઘરે બેડરેસ્ટ હતી, પરંતુ જ્યારે કૃપા 12 વર્ષની થઇ ત્યારે તેનાં એક હાથ અને પગમાં મુવમેન્ટ આવી હતી. 12 વર્ષ પછી કૃપાએ દિવાલ પકડીને ચાલવાનું શરૂ કર્યું હતું,એક હાથે ચા અને રસોઇ બનાવવાનું શીખી હતી. ત્યારબાદ કૃપાઅે રંગોળી, પેઇન્ટીંગ બનાવવાનું શીખ્યું. એક હાથ અને એક પગનાં સહારે કૃપાએ બનાવેલી રંગોળી અને પેઇન્ટીંગ અદભુત હોય છે જેને નિહાળવા લોકો ઉમટી પડે છે, ત્યાર બાદ પોરબંદર ના જાણીતા ગાયક પ્રણય રાવલ સાથે કૃપાએ આલ્બમ સોંગ અભિનય કર્યો હતો અને . ‘મેં ફીર ભી તુમ કો ચાહુંગા’નામના આ સોંગમાં કૃપાએ ધારદાર અભિનય કરી લોકોનું દિલ જીતી લીધું હતું. ત્યારબાદ કૃપાએ સુરત ખાતે ફેશન શો માં ભાગ લીધો હતો. ત્યાં વિનોદ ઠાકોર કે જેઓએ નચ બલીયામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તેમની સાથે મુલાકાત થતા વિનોદ ઠાકોરે ઈન્ડીયા ગોટ ટેલેન્ટમાં કુવૈત જવા માટેની વાત કરતા કૃપાએ આ વાતને સ્વીકારી હતી અને ફક્ત બે જ મિનીટમાં ડાન્સની તૈયારી કરી હતી. કુવૈત ખાતે યોજાયેલ ડાન્સની સ્પર્ધામાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અગાઉ કૃપાને દિલ્હીના ઉડાન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત આપણું પોરબંદર ગૌરવ એવોર્ડ પણ એનાયત કરાયો હતો. એ સિવાય પણ અનેક એવોર્ડ  અને સન્માન કૃપા એ અત્યાર સુધી માં મેળવ્યા છે.  

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે