પોરબંદર

પોરબંદર રેલવે સ્ટેશનને ત્રણ માસ પહેલા ફાળવવામાં આવેલ એટીવીએમ મશીન ધૂળ ખાઈ રહ્યું છે.આથી આ મશીન ચાલુ કરવા માંગ ઉઠી છે .

કોરોના બાદ સ્થિતિ ધીમેધીમે સ્થિતિ થાળે પડી હોવાથી રેલવે પ્રવાસીઓની સંખ્યા વધી છે.જેથી દિવસે દિવસે ટિકિટબારી પર લાઈન લાંબી થઈ રહી છે.તેથી રેલવેએ તંત્ર એ પોરબંદર ના રેલ્વે સ્ટેશન ખાતે એટીવીએમ મશીન મારફત ટિકિટ આપવા ગત ડીસેમ્બર માસ માં એટીવીએમ મશીન ફાળવવામાં આવ્યું હતું.પરંતુ હજુ સુધી આ મશીન કાર્યરત કરવામાં આવ્યું ન હોવાથી સ્ટેશન ના પરિસર માં જ ધૂળ ખાઈ રહ્યું છે.

આ મશીન શરૂ થાય તો મુસાફરોને ટીકીટબારી પર લાઈન માં ઉભું રહેવું ન પડે અને લોકલ ટિકિટો, રિઝર્વેશન વિનાની ટિકિટો તથા પ્લેટફોર્મ ટીકીટ મશીન દ્વારા મેળવી શકે છે.જેના માટે આ મશીન માટે સિક્યુરિટી કાર્ડ મેળવવું પડે છે.જે કાર્ડમાં રિચાર્જ કરવાથી કાર્ડ મશીનમાં નાખવાથી ટીકીટ મેળવી શકાય છે.પરંતુ હાલ આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. જે મુસાફરોને અપ ડાઉન કરવાનું અથવા પ્લેટફોર્મ ટીકીટ કે રિઝર્વેશન વિનાની ટીકીટ માટે લાઈનમાં ઉભું રહેવું પડતું હોઉં છે તે આ કાર્ડ કઢાવી લેવાથી તમામ જંજટ દૂર થઈ શકે તેમ છે.અને આ સુવિધાનો લાભ મળી શકે તેમ છે. પરંતુ આ મશીન ની સુવિધા શરૂ કરવામાં આવતી ન હોવાથી મુસાફરોને હાલાકી વેઠવી પડે છે.જોકે રેલવે વિભાગે જણાવ્યું હતું કે આગામી એપ્રિલ માસમાં આ મશીનનું ઈન્સ્ટોલેશન કરી દેવામાં આવશે.હવે જોવાનું એ રહ્યું કે આ મશીન એપ્રિલ માસમાં શરૂ થશે કે પછી મુસાફરોને એપ્રિલ ફૂલ બનાવવામાં આવશે તે આગામી સમય જ બતાવશે. હાલ તો મુસાફરો આ મશીન ચાલુ થાય તેવી માંગ કરી રહયા છે.

જુઓ આ વિડીયો