Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:માધવપુર ના મેળા માં દરરોજ થશે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ:૧૨૦૦૦ લોકો ની બેઠક વ્યવસ્થા:૨૦૦ સ્ટોલ પર ફૂડઝોન અને હસ્તકલા ની વસ્તુઓ નું થશે વેચાણ:જાણો મેળા અંગે ની તમામ વિગત

ફાઈલ તસ્વીર

પોરબંદર

માધવપુર માં યોજાનાર મેળા ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.મેળા માં રાષ્ટ્રપતિ ઉપરાંત આઠ રાજ્યો ના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

માધવપુર ખાતે આગામી તા.૧૦ થી ૧૪ એપ્રિલ ૨૦૨૨ દરમ્યાન યોજાનાર મેળાના આયોજન સંદર્ભે કલેક્ટર અશોક શર્માએ પત્રકાર પરિષદ નું આયોજન કર્યું હતું.જેમાં તેઓએ જણાવ્યું હતું કે પાચ દિવસ સુધી યોજાનાર મેળો ઉત્તર-પૂર્વિય રાજ્યો અને ગુજરાતનુ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ચેતનાનુ જોડાણ કરનાર પ્રસંગ છે.લોકમેળાના કાર્યક્રમના સુચારુ સંચાલન માટે માટે જુદીજુદી ૨૭ સમિતિની રચના કરી કરવામા આવી છે.જેમા સુરક્ષા સમિતિ, એકોમોડેશન વ્યવસ્થાપન સમિતિ, ટ્રાફિક મેનેજમેન્ટ સમિતિ, હેલીપેડ વ્યવસ્થા સમિતિ,વીજ પુરવઠા વ્યવસ્થાપન સમિતિ, ફૂડ ચકાસણી વ્યવસ્થાપન સમિતિ સહિત સમિતિની રચના કરવામા આવી છે.મેળામા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત ગુજરાત,અરૂણાચલ પ્રદેશ,આસામ,મણિપુર સહીત આઠ રાજ્યો ના મુખ્યમંત્રી,વિવિધ રાજ્યોમાથી મહેમાનો, મહાનુભાવો તથા કલાકારો આવશે.
પાંચ હેલિકોપ્ટર ઉતરી શકે તેવું હેલિપેડ તૈયાર
મેળા માં રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.જેથી મેળા મેદાન નજીક પાંચ હેલિકોપ્ટર ઉતરી શકે તેવું હેલિપેડ તૈયાર કરાયું છે.તથા લોકો દરરોજ મોડી રાત સુધી યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમો ની મોજ માણી પોરબંદર પરત આવી શકે તે માટે બસ ની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આજે મેળા અંગે ખાસ વેબસાઈટ નું લોન્ચિંગ
દેશ વિદેશ ના લોકો ને માધવપુર ના મેળા અંગે માહિતી મળી શકે,માધવપુર અને આસપાસ ના પ્રવાસન સ્થળો ની માહિતી મળી શકે.ઉપરાંત મેળા માં આવવા માંગતા લોકો હોટલ નું બુકિંગ કરાવી શકે તે માટે ખાસ વેબસાઈટ પણ આજે બુધવારે લોન્ચ થશે.
૨૦૦ સ્ટોલ :૧૨૦૦૦ ની બેઠક વ્યવસ્થા
મેળા માં ૨૦૦ સ્ટોલ નું આયોજન કરાયું છે.જેમાં ૧૦૦ સ્ટોલ સ્થાનિકો ને રોજગારી મળે તે માટે કલાકારીગરી ની ચીજ વસ્તુઓ અને ખાણીપીણીના હશે.જયારે બાકી ના ૧૦૦ સ્ટોલ માં અલગ અલગ રાજ્યો ના ટુરિઝમ વિભાગ ના સ્ટોલ,ત્યાની હસ્તકલા ની ચીજવસ્તુઓ ના અને ત્યાની વાનગીઓ ના સ્ટોલ રાખવામાં આવશે.મેળા માં દરરોજ સાંજે સાત વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.જેની મોજ લોકો માણી શકે તે માટે ૧૨૦૦૦ લોકો ની બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
દરરોજ ભગવાન શ્રી કૃષ્ણ ને લગતા કાર્યક્રમ યોજાશે
મેળા માં દરરોજ સાંજે સાત વાગ્યા થી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.જેમાં કૃષ્ણ લીલા અને તેના લગ્ન પ્રસંગ આધારિત કવિતા,ગીત,નૃત્ય વગેરે આધુનિક લાઈટ અને સાઉન્ડ સીસ્ટમ ની મદદ થી પ્રસ્તુત થશે.ઉપરાંત ગાયક પાર્થિવ ગોહિલ નો કાર્યક્રમ પણ યોજાશે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે