Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર માં મસાલા ની સીઝન ની શરુઆત માં જ ભાવો માં વીસ થી પચીસ ટકા નો વધારો

પોરબંદર

પોરબંદર માં મસાલા ની સીઝન ની શરુઆત માં જ ભાવો માં વીસ થી પચીસ ટકા ના વધારા વચ્ચે ધીમી ખરીદી થઇ રહી છે.આગામી સમય માં વેચાણ વધે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

પોરબંદર માં હોળી, ધૂળેટીના તહેવાર બાદનો સમય એટલે કે માર્ચ અને અપ્રિલ આ બંને મહિનામાં વર્ષભર ના મસાલા ખરીદવાની સીઝન હોય છે.હાલ માં મસાલાની સીઝન શરુ થતા જ મહિલાઓ વર્ષભરની જરૂરિયાતના મસાલાને સંગ્રહ કરવાની કામગીરીમાં લાગી ગઈ છે.શહેર માં શીતલા ચોક દરબારગઢ પાસે વરસો થી અનાજ.મસાલા સહીત ના વેચાણ માટે પીઠ ભરાય છે.અહી દરેક પ્રકારના મસાલા એક જ જગ્યાએથી સરળતાથી મળી જતા હોવાથી મોટા ભાગ ની ગૃહિણીઓ આ પીઠમાંથી મસાલા ની ખરીદીનો આગ્રહ રાખે છે.

અને ગૃહિણીઓ વર્ષભરનો મસાલો તૈયાર કરવા મરચા, હળદર, ધાણા, જીરૂ, રાય સહિતની વસ્તુઓ ખરીદી રહી છે હાલ બજાર માં આંધ્રપ્રદેશથી મરચા, મહારાષ્ટ્રથી હળદર અને ઉંજાથી જીરૂ મગાવી વેપારીઓ વેપાર કરી રહ્યા છે. મરચામાં વન્ડર મરચા, ગંટુર, ટમેટો જેવા મરચાઓ વેચાઈ રહ્યા છે.ઉપરાંત ચાલુ વર્ષે રેશમપટ્ટો, ધોલર, મરચાની માંગ પણ વધુ છે. તેમજ મુળાની હળદર, હળદર 777, હળદર જોવા મળી રહી છે.તેમજ રાજસ્થાનની ઘાણી તેમજ દેશી ધાણા પણ બજારોમાં ગૃહિણીઓ ખરીદી રહી છે. તેમજ રાય, મેથી, હીંગ અને ઉંજાનું જીરૂ પણ બજારોમાં જોવા મળી રહ્યું છે.

મસાલા બજાર માં ગત વર્ષ ની સરખામણી એ ભાવ માં વીસ થી પચીસ ટકા નો વધારો જોવા મળે છે જેમાં રાય ગત વર્ષે ૬૦ રૂ જયારે આ વર્ષે ૯૦ રૂ કિલો,મેથી ગત વર્ષે ૧૦૦ આ વર્ષે ૧૨૦ રૂ,જીરું ગત વર્ષે ૨૦૦ આ વર્ષે ૨૮૦ થી ૩૦૦ ,હિંગ ગત વર્ષે ૨૫૦ ની સરખામણી એ આ વર્ષે ૩૦૦ થી ૪૦૦ રૂ હળદર ગત વર્ષે ૧૫૦ આ વર્ષે ૧૮૦ રૂ ધાણા ૧૦૦ રૂ ની સરખામણી એ આ વર્ષે ૧૮૦ રૂ ,મરચા રેશમપટ્ટો ગત વરહે ૨૦૦ આ વર્ષે ૩૦૦ રૂ,કાશ્મીરી મરચું ગત વર્ષે ૪૦૦ જયારે આ વર્ષે ૫૫૦ રૂ કિલો ના ભાવે વેચાણ થાય છે હાલ બજાર માં દરરોજ ૧૫૦૦ કિલો મરચું,૫૦૦ કિલો ધાણા,૫૦૦ કિલો હળદર અને ૨૦૦ કિલો જીરું નું વેચાણ થાય છે.જે આગામી સમય માં વધશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.

પોરબંદર માં તૈયાર મસાલા કરતા સુકા મરચા, હળદરની ખરીદી કરીને દળાવવા ની પ્રથા હજુ પણ યથાવત રહી છે. જેને લીધે ગૃહિણીઓ આખા મરચા, હળદર અને ધાણાજીરુંની ખરીદી કરી જેને દળાવે છે.અને ત્યાર બાદ તેલ, હિંગ, આપી કાચની બરણીમાં મરચાને ભરી આખું વર્ષ સાચવે છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે