Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર પોલીસ દ્વારા સાજણ ઓડેદરા નાં ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પોરબંદર

પોરબંદરમાં સાજણ ઓડેદરા ની હત્યા કરવા સાજણના ઘર નજીક રેકી કરવામાં આવી હતી.જેમાં પોરબંદરના હુસેન કાસમ ચૌહાણ પણ મૌલાના આયુબ અને શબ્બીર સાથે ગયો હતો.જેથી રેકીમાં મદદગારી બદલ ATS દ્વારા હુસેનની ધરપકડ કરવામાં આવતા પોલીસે સાજણના ઘર નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવી દીધો છે.

પોરબંદર નો સાજણ ઓડેદરા ગત મે-૨૦૨૧માં ઈંસ્ટાગ્રામ માં લાઈવ ચાટ દરમ્યાન મુસ્લિમ ધર્મ વિષે ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યો હોવાથી મૌલાના અયુબે તેની હત્યા કરવા નિર્ણય લીધો હોવાનું અને તેના માટે તે ગત જુન માસ માં શબીર ને સાથે લઇ પોરબંદર આવ્યો હોવાનું એટીએસ ની તપાસ માં સામે આવ્યું છે.અને અહી તે પોરબંદર નાં   મહમદ હુસેન ચૌહાણને મળ્યો હતો.અને મહમદ હુસેને તેને સાજણ નું ઘર બતાવ્યું હતું.પરંતુ તે સમયે સાજણ જેલ માં હોવાથી તેના મનસુબા પાર પડ્યા ન હતા.નહિતર કિશન પહેલા સાજણ ની હત્યા થઇ હોત તેવું પણ એટીએસ ની તપાસ માં સામે આવ્યું છે.આથી પોલીસ દ્વારા સાજણના ઘર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે