Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ તરીકે સતત આઠમી વખત જીગ્નેશ કારીયાની બિનહરીફ વરણી

પોરબંદર

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ તરીકે સતત આઠમી વખત વર્તમાન પ્રમુખ જીગ્નેશ કારિયા ની બિનહરીફ વરણી કરાઈ છે.તેઓએ વેપારીઓની મદદ માટે હમેશા ખડેપગે રહેવાનો કોલ આપ્યો હતો.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ માં ૬૦૦ વેપારી પેઢીના ૧ર૦૦ સભ્યો મતદાન કરીને પ્રમુખને ચુંટતા હોય છે પરંતુ પ્રમુખપદની આ ચુંટણીમાં ફોર્મ ભરવાની મુદ્દત સોમવારે પૂર્ણ થતાં એકમાત્ર વર્તમાન પ્રમુખ જીગ્નેશ કારીયા એ જ ફોર્મ ભર્યુ હોવાથી તેઓને બિનહરીફ ચુંટી કાઢવામાં આવ્યા છે.અને ૨૬ મી માર્ચે તેઓનો સત્કાર સમારોહ યોજવામાં આવશે. તેઓ તા 1 એપ્રિલ 2022 થી 31 માર્ચ 2024 સુધી પ્રમુખ તરીકે ફરજ બજાવશે.અને આગામી 1 એપ્રિલ બાદ ઉપ પ્રમુખ સહિતના હોદેદારો ની પણ નિમણુક કરવામાં આવશે.

વેપારીઓ માટે સતતને સતત દોડતા રહીને અનેકવિધ નાના–મોટા પ્રશ્નોનું નિરાકરણ કરાવવામાં અગ્રેસર રહ્યા હોવાથી તેમના ઉપર પસંદગીનો કળશ વેપારીઓેએ ઢોળ્યો છે.તેઓની સતત આઠમી વખત પ્રમુખ તરીકે વરણી કરાઈ છે.જેમાં અગાઉ ત્રણ વખત ચૂંટણી માં વિજેતા બન્યા બાદ અને છેલ્લી પાંચ ટર્મ થી બિનહરીફ વરણી થતી આવી છે.જીગ્નેશભાઈ એ જણાવ્યું હતું કે સામાન્ય પાથરણા કે રેકડીવાળા વેપારી હોય કે,આલીશાન શો–રૂમ વાળા તેમના માટે બધા જ વેપારીઓ સરખા છે.અને જે વેપારી ચેમ્બર ના સભ્ય ના હોય તેના કામ માટે પણ તેઓ અને તેની ટીમ સતત દોડતા રહ્યા છે અને તેથી જ વેપારીઓએ તેમના પર આંખ બંધ કરીને વિશ્વાસ મુકયો છે.આગામી સમય માં પણ તમામ વેપારીઓ ની મદદ માટે સતત ખડેપગે રહેવાનો કોલ આપ્યો હતો.

સતત આઠમી વખત બિનહરીફ ચૂંટાયેલ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા ની ઉમર ૪૮ વર્ષ છે.તેઓએ બીકોમ એલએલબી સુધી અભ્યાસ કર્યો છે.અને ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટર નો વ્યવસાય કરે છે.તેઓએ અત્યાર સુધી માં વેપારી ઓ ના મહત્વના પ્રશ્નો જેમાં રેલ્વે ના પ્રશ્નો,આરટીઓમાં એપોઇન્ટમેન્ટ સ્લોટ વધારવા,ડ્રીમલેન્ડ સિનેમા થી માણેક ચોક જતા રસ્તા ને તંત્ર એ નોપાર્કિંગ ઝોન જાહેર કર્યા બાદ વેપારીઓ ની લાગણી અને માંગણી ધ્યાને રાખી તેની અમલવારી રદ કરાવવા રજૂઆત કરી હતી,સ્પ્લીટ ફ્લાયઓવર બ્રીજ માં તેની રજૂઆત બાદ લાઈટો શરુ થઇ,વેપારીઓ પર કોરોના સમય માં પોલીસ દ્વારા અતિરેક કરવામાં આવતો હતો તે અંગે પણ તેઓએ લડત આપી હતી.એ સિવાય મુખ્ય બજારો માં ટ્રાફિક ને લગતા પ્રશ્નો,બજારો ની આંતરિક ગલીઓ માં પેવર બ્લોક નખાવવા અંગે ઉપરાંત પોસ્ટ વિભાગ,તોલમાપ વિભાગ વગેરે ને લગતા નાનામોટા પ્રશ્નો નું તેઓએ નિરાકરણ કરાવ્યું છે.

હાલ ના મહત્વ ના પ્રશ્નો અંગે તેઓએ એવું જણાવ્યું હતું કે પોરબંદર થી લાંબા અંતર ની ટ્રેનો ઓછી હોવાથી તે વધારવા,મુંબઈ અને અમદાવાદ ઉપરાંત દિલ્હી સુધી ની ફ્લાઈટ શરુ થાય તે ઉપરાંત જીએસટી રીટર્ન માં વેપારીઓ ને પડતી મુશ્કેલીઓ દુર કરવા સહિતના પ્રશ્નો છે જે અંગે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવશે.તા ૨૬ માર્ચ ના રોજ બિરલા હોલ ખાતે રાત્રે 8 વાગ્યે તેમનો સત્કાર સમારોહ યોજાશે જેમાં શહેર ની વિવિધ સંસ્થાઓ,૫૩ વેપારી એસોસિએશન દ્વારા ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા,સાંસદ રમેશભાઈ ધડુક તથા પાલિકા પ્રમુખ સરજુભાઈ કારીયા ની ઉપસ્થિતિ માં તેઓનું સન્માન કરવામાં આવશે.ચેમ્બર ની નવી બોડી અંગે તેઓએ એવું જણાવ્યું હતું કે નવી બોડી ની રચના 1 એપ્રિલે કરવામાં આવશે.જેમાં આ વખતે યુવા ચહેરાઓ ને તક આપવામાં આવશે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે