Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર એસટી ડેપોએ ભર ઉનાળે પંખા,વોટર કુલર તથા આર ઓ પ્લાન્ટ બંધ હાલત માં

પોરબંદર

પોરબંદરની એસટી ડેપો ખાતે પંખા તથા કુલર અને આરો પ્લાન્ટ મશીન બંધ હાલતમાં જોવા મળે છે.જેથી મુસાફરોને ધોમધખતા તાપ માં ભારે નો સામનો કરવો પડે છે.જેથી વહેલીતકે યોગ્ય કરવા માંગ ઉઠી છે.

પોરબંદરના એસટી ડેપો માં લાંબા સમયથી પંખાઓ બંધ હાલતમાં જોવા મળે છે.હાલ હીટવેવ જેવા વાતાવરણ વચ્ચે ભારે ગરમી પડી રહી છે.ત્યારે પંખાઓ બંધ હોવાના કારણે મુસાફરો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે.આકરા તાપ વચ્ચે મુસાફરો,નિયમિત અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પરેશાન બને છે.

હાલ માં પરીક્ષાઓ નજીક હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એસટી મારફત અપડાઉન કરતા હોય છે.જેથી એસટી ડેપો ભરચક જોવા મળે છે.પરંતુ આ વિદ્યાર્થીઓ ને છતે પંખે ગરમી માં શેકાવું પડે છે.તો પંખા બંધ હોવાના કારણે વૃધો ,બાળકો ને પણ ભારે મુશ્કેલી પડે છે.આ ઉપરાંત ડેપો ખાતે આરઓ પ્લાન્ટ અને વોટર કુલર પણ ઘણા સમય થી બંધ છે.જેથી મુસાફરોને શુદ્ધ અને ઠંડું પાણી મળતું ન હોવાથી ફરજીયાત ગરમ પાણી પીવું પડે છે. અથવા બહારથી ઠંડુ પાણી વેચાતું લેવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.જેથી એસટી વિભાગ દ્વારા તાકીદે પંખા તથા મશીન ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે