Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:ગેસ સિલિન્ડર નો ભાવવધારો પરત ખેંચવા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની માંગ

પોરબંદર

ગેસ સીલીન્ડર માં વધુ રૂ ૫૦ નો ભાવવધારો ઝીંકાયો છે.ત્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા આ ભાવવધારો પરત ખેંચવા રજૂઆત કરી છે.

પોરબંદર ચેમ્બરના પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તાજેતર માં કોમર્શીયલ ગેસ સીલીન્ડર માં ભાવવધારો કર્યા બાદ હવે ઘરેલું રાંધણ ગેસ ના સીલીન્ડર માં પણ રૂ ૫૦ નો ભાવવધારો ઝીંકાયો છે.એક બાજુ વડાપ્રધાન બહેનોની ચિંતા સેવી ચૂલાને બદલે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવાનું જણાવતા હતા.પરંતુ તેઓના શાસનકાળ દરમિયાન સતત મોંઘવારી વધારી બહેનોને ધગધગતા ડામ આપી રહ્યા છે.એક જ વર્ષમાં રાંધણગેસના ભાવમાં રૂ.૧૮૦ નો વધારો ઝીંકાયો છે.કેન્દ્ર માં ભાજપ ના શાસનકાળની શરૂઆતમાં રાંધણગેસનો ભાવ ૪૧૪ હતો.તે વધીને ૨૦૨૨માં ૯૭૧ રૂપિયા થયો છે.અને હવે વધુ ૫૦ રૂ. ભાવ વધારો કરીને સિલિન્ડરનો નવો ભાવ ૧૦૨૧ થયો છે.

જેથી ગૃહિણીઓનો રડવાનો વારો આવ્યો હોય અને ફરીથી ચુલા ફૂંકવાનો વારો આવ્યો હોય તેવું અનુભવાઈ રહ્યું છે. એક તરફ કોરોનાની મહામારી વચ્ચે મંદી વ્યાપી હતી.અને આ મંદી માંથી માંડ જનજીવન થાળે પડતું હતું તે દરમ્યાન જ 2 માસ મા સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કુલ રૂ. 100નો વધારો વધારો કર્યો છે.બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે.અને મોંઘવારી વધી છે.જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ પણ વધ્યા છે.ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી છે.ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.ત્યારે સરકારે આ ગંભીરતાને ધ્યાને લઈને ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે