Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:અભિનેતા આમીર ખાન નું પરિવાર સાથે પોરબંદર એરપોર્ટ પર આગમન:અડધા કલાક ના રોકાણ બાદ જમીનમાર્ગે સાસણ જવા રવાના:જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર
જાણીતા અભિનેતા આમીરખાન નું આજે પરિવાર સાથે પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થયું હતું.જ્યાં થોડા સમય ના રોકાણ બાદ તેઓ જમીનમાર્ગે સાસણ તરફ જવા રવાના થયા છે.

ફિલ્મસ્ટાર આમીરખાન તેના પરિવાર સહીત ૫૮ લોકો આજે ખાસ ચાર્ટડ વિમાન મારફત સવારે ૧૧ વાગ્યે પોરબંદર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.અહી અડધા કલાક ના રોકાણ બાદ તેઓ જમીનમાર્ગે સાસણ તરફ જવા રવાના થયા હતા.આમીરખાન ની સાથે તેના પત્ની કિરણ રાવ,પુત્ર આઝાદ,પુત્રી ઈરા ઉપરાંત ભત્રીજો ઇમરાન ખાન પણ તેની પુત્રી સાથે પોરબંદર ખાતે આવ્યા હતા.કુલ ૫૮ લોકો આ ચાર્ટર્ડ ફ્લાઈટ માં આવ્યા હતા.અને અહી થી સાસણ જવા માટે એક બસ અને ચાર ખાનગી કાર તેઓને તેડવા માટે એરપોર્ટ ખાતે આવી હતી.અને તેના મારફત જ તેઓ સાસણ તરફ જવા રવાના થયા હતા.

એરપોર્ટ ખાતે આમીરખાન રીલેક્સ મૂડ માં નજરે ચડતા હતા.અને એરપોર્ટ ખાતે આવેલ મહાત્મા ગાંધી ની વિવિધ તસ્વીરો તેમણે રસ પૂર્વક નિહાળી હતી.ઉલ્લેખનીય છે કે આમીરખાને તેની આગામી ફિલ્મ લાલસિંઘ ચઢ્ઢા નું શીડ્યુલ તાજેતર માં જ પૂર્ણ કરી અને હવે તેના પરિવાર સાથે સમય ગાળી રહ્યા છે.અને આગામી ૨૮ ડીસેમ્બર ના દિવસે આમીરખાન ની ૧૫ મી મેરેજ એનીવર્સરી છે.આથી તેની ઉજવણી તેઓ સાસણ ખાતે કરે તેવી શક્યતા છે.આગામી ૨૯ ડીસેમ્બર ના રોજ તેઓ ફરીથી જમીનમાર્ગે પોરબંદર એરપોર્ટ ખાતે આવશે.અને ૧૧ વાગ્યે ફરીથી મુંબઈ જવા ચાર્ટર્ડ ફ્લાઈટ મારફત રવાના થશે તેવું એરપોર્ટ ના સુત્રો માંથી જાણવા મળ્યું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન હાલ લાલસિંહ ચઢ્ઢા ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના તહેવારમાં આવી શકે છે. લાલસિંહ ચઢ્ઢા હોલિવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે અને ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી. લાલસિંહ ચઢ્ઢામાં આમિર સિવાય કરીના કપૂર ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં શાહરુખ ખાન અને સલમાન ખાન ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે