પોરબંદર

પોરબંદરની નવી ચોપાટી ખાતે આવેલ શિવાજી પાર્ક સાંજે માત્ર બે કલાક ખુલ્લો રાખવામાં આવે છે.ત્યારે હાલ વેકેશન ના સમય માં પ્રવાસીઓ અને બાળકો મોટી સંખ્યા માં ચોપાટી એ આવતા હોવાથી આ બાગ આખો દિવસ ખુલ્લો રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદરની નવી ચોપાટી ખાતે રાજ મહેલ પાસે વરસો થી બિસ્માર હાલ માં રહેલા શિવાજી પાર્કનું પાલિકા દ્વારા નવનિર્માણ કરવામાં આવ્યું છે.અને અહી વિવિધ બાળ મનોરંજનના સાધનો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.પરંતુ આ બાગ માત્ર 1 થી 8 વર્ષ ના બાળકો માટે જ અને તે પણ માત્ર સાંજે 5 થી 7 એમ બે કલાક સુધી જ ખુલ્લો રાખવા માં આવે છે.હાલ વેકેશનનો સમય હોવાથી મોડી રાત સુધી શહેરીજનો બાળકો સાથે ચોપાટીની મોજ માણવા આવે છે. અને પ્રવાસીઓ પણ મોટી સંખ્યા માં ચોપાટી એ ફરવા આવતા હોય છે.પરંતુ શિવાજી પાર્કમાં તાળા હોવાથી અંદર પ્રવેશી શકતા નથી.અનેક બાળકો પાર્કના દરવાજે લટકતા તાળા જોઈને નિરાશ થઇ પરત ફરે છે.આથી આ પાર્ક દિવસભર ખુલ્લો રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો