પોરબંદર

સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૨૧ માં પોરબંદરે રાજ્યમાં ૧૧ માં ક્રમે જ્યારે દેશ માં ૧૨૪ માં ક્રમે સ્થાન મેળવ્યું છે.ગત વરસે રાજ્યમાં 8 માં ક્રમે તથા દેશ માં ૧૦૦ માં ક્રમે સ્થાન મેળવ્યું હતું.

વડાપ્રધાન મોદી ના મહત્વાકાંક્ષી સ્વચ્છતા મિશન હેઠળ દર વર્ષે મિનિસ્ટરી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા શહેરોમાં સ્વરછતા અંગે સર્વે કરી માર્ક્સ ફાળવણી કરી નંબર જાહેર કરવામાં આવે છે.તાજેતર માં સ્વરછતા સર્વેક્ષણ 2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં 1 થી 10 લાખની વસ્તી ધરાવતા રાજ્ય લેવલે 4 મહાપાલિકા સહિત 26 પાલિકા માંથી પોરબંદરનો 11મો નંબર આવ્યો છે.જયારે દેશના 372 શહેરોમાં પોરબંદરનો 124 મો નંબર આવ્યો છે.રાજ્ય લેવલે જૂનાગઢ મહાનગર પાલિકાને પાછળ રાખી પોરબંદર આગળ આવ્યું છે.

ગત વરસે દેશ માં પોરબંદરનો 100 મો ક્રમ અને સ્ટેટ લેવલે 8મો ક્રમ હતો.જેથી પ્રથમ દ્રષ્ટિ એ સર્વેક્ષણ માં ગાંધીભુમી ની સ્થિતિ કથળી હોય તેવું જણાય છે.પરંતુ વાસ્તવ માં સ્થિતિ સુધરી હોવાનું પાલિકા ના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ જણાવ્યું હતું.વધુ માં તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી સર્વેક્ષણ માં ૧ થી ત્રણ લાખ સુધી ની વસ્તી ધરાવતા શહેરો વચ્ચે સ્પર્ધા હતી.આ વખતે વસ્તી આધારે કેટરગરી ચેન્જ થતા ૧ થી 10 લાખ સુધી ના શહેરો નો સમાવેશ સ્પર્ધા માં કરાયો છે.જેના કારણે ગત વરસ કરતા સ્થિતિ સુધરી છે.જેનું મહત્વ નું કારણ એ છે કે પાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ની ગ્રાન્ટ માંથી સફાઈના અધ્યતન સાધનો વસાવ્યા છે.ઉપરાંત કચરા નું ડોર ટૂ ડોર કલેક્શન કરવામાં આવે છે.એ સિવાય મોટા ભાગ ના વિસ્તારો માં પેવર બ્લોક નખાયા હોવાથી ગંદકી માં ઘટાડો થયો છે.

જુઓ આ વિડીયો