પોરબંદર

સુદામાપુરી ના ઇતિહાસમાં પ્રથમ વખત વિરાટ સોમયજ્ઞ નું આયોજન થઇ રહ્યું છે.જેમાં 1008 બહેનો દ્વારા સોમ કળશ સાથે શોભાયાત્રા, યમુનાજી ચૂંદડી મનોરથ, નંદઉત્સવ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.જેને લઇ ને શહેર ની ધર્મપ્રેમી જનતા માં ભારે ઉત્સાહ હોવા મળે છે.

પોરબંદર ખાતે આગામી તા. 29/12 થી 3/01 સુધી વિરાટ સોમયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુદામાપુરી ના ઇતિહાસમાં પ્રથમ વખત આ યજ્ઞ યોજાતો હોવાથી ભક્તો માં ભારે ઉત્સાહ જોવા મળે છે.સોમયજ્ઞ ના આગલા દિવસે 28/12ના રોજ બપોરે 3:30 કલાકે રિવરફ્રન્ટથી શોભાયાત્રા નીકળશે.જેમાં 1008 બહેનો માથે સોમ કળશ ધારણ કરી વાજતે ગાજતે ચોપાટી ખાતે પહોંચશે.ચોપાટી ખાતે તા. 29/12ના પ.પૂ.ગો. ગોકુલોત્સવજી મહારાજ અને પ.પૂ.ગો. વ્રજોત્સવજી મહોદય દ્વારા સોમયજ્ઞ પ્રારંભ થશે.

જેમાં સવારે 2 અને સાંજે 2 સેશન યોજાશે.દોઢ દોઢ કલાકના સેશનમાં 240 દંપતી ભાગ લઈ શકશે.જેના માટે ન્યોછાવર ની રકમ રૂ ૨૫૦૦ રાખવામાં આવી છે.આ આયોજન માટે તૈયારી શરૂ કરવામાં આવી છે.જે અંગે યોજાયેલ પત્રકાર પરિષદ માં પ.પૂ.ગો. ગોકુલોત્સવજી મહારાજ અને પ.પૂ.ગો. વ્રજોત્સવજી મહોદય ઉપરાંત સાંસદ રમેશભાઈ ધડુક અને શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા ઉપસ્થિત રહ્યા હતા.

ગોકુલોત્સવ મહારાજે જણાવ્યું હતું કે, આ સોમયજ્ઞમાં વાંસ નો મંડપ બનાવવામાં આવશે.અને ચારેય વેદોના મંત્રોનો ઉચ્ચારણ સાથે યજ્ઞ નો પ્રારંભ થશે.આ યજ્ઞ એ રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞ કરતા પણ સૌથી ઉત્તમ યજ્ઞ માનવામાં આવે છે.આ યજ્ઞ માં માચીસ વડે નહી.પરંતુ વેદોના મંત્રો દ્વારા અગ્નિ મંથન કરી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે.જે અગ્નિ ની જ્યોત 20 ફૂટ ઊંચે જાય છે.યજ્ઞ દરમ્યાન નંદમહોત્સવ,યમુનાજીને ચૂંદડી મનોરથ, ધ્વજારોહણ, પ્રસાદ સહિતના મનોરથ યોજાશે 17 દેવમય પંડિત દ્વારા મંત્રો બોલવામાં આવશે.દરરોજ ચોખા અભિમંત્રિત વર્ષા થી આશીર્વાદ આપવામાં આવશે.

આ યજ્ઞ થી વંશવૃધ્ધિ, મનોકામના પૂર્તિ સહિત અનેક ફાયદા છે.આ યજ્ઞની 1 આહુતિ 10 હજાર આહુતિ બરાબર હોય છે.અને 1 પરિક્રમા 1008 પરિક્રમા બરાબર હોય છે.તેની પરિક્રમા નું અનેરું મહાત્મ્ય હોવાથી રાત્રી પરિક્રમા પણ ચાલુ રહેશે.યજ્ઞમાં વલ્લભાચાર્યજીના વખતથી આવેલ 550 વર્ષ જુના સોમલતાના વૃક્ષના પાનના ચૂર્ણની આહુતિ આપવામાં આવશે.અગાઉ ભારતભરમાં તથા અમેરિકા, લંડન સહિત કુલ 135 જેટલા સોમયજ્ઞ કરવામાં આવ્યા છે.પોરબંદરમાં 136મો સોમયજ્ઞ થશે.આ યજ્ઞનું મહાત્મય એવું છે કે,સમગ્ર વિસ્તારની 30 કિમિ ત્રિજ્યામા પવિત્રતાની અનુભૂતિ થશે. આ યજ્ઞ માં સહભાગી થવા સૌરાષ્ટ્ર ઉપરાંત દેશ અને વિદેશ થી પણ ભક્તો ઉપસ્થિત રહેશે. યજ્ઞ ની તૈયારી ને લઇ ને અગ્રણીઓ અને વૈષ્ણવો સાથે એક બેઠક પણ યોજાઈ હતી.

જુઓ આ વિડીયો