પોરબંદર

પોરબંદર ના માધવપુર ગામના જંગલ વિસ્તાર માં બે સિંહ ત્રણ દિવસ થી મહેમાન બન્યા છે.જેમાં એક નર અને એક માદા સિંહ છે.વનવિભાગ અધિકારીએ આ સિંહોને ન રંઝાળવા અને માલઢોરને ખુલ્લામાં ન બાંધવા અપીલ કરી છે.

માધવપુર પંથક માં છેલ્લા ત્રણ વરસ થી અવારનવાર સિંહ આવી ચડે છે.અને એક સિંહણ તથા તેના અઢી થી ત્રણ વરસ ના બે બચ્ચા કે જેમાં એક નર અને એક માદા છે.તે માધવપુર થી આંત્રોલી સુધી ના દરિયાકાંઠા ના જંગલ વિસ્તાર માં અવારનવાર દેખા દે છે.તેમાંથી નર અને માદા બચ્ચા રહેઠાણ ની શોધ માં ફરીથી માધવપુર તરફ આવી ચડ્યા છે.અને એક આખલા તથા એક જંગલી ભૂંડ નું મારણ પણ કર્યું છે.

આ અંગે નાયબ વન સંરક્ષક દીપક પંડ્યા એ જણાવ્યું હતું કે આ ઉંમરમાં સિંહો આ સિઝન દરમ્યાન નવા આવાસની શોધમાં નીકળતા હોય છે.અગાઉ પણ આ વિસ્તાર માં સિંહ દેખાયા હતા.પરંતુ આ સિંહો મઘુવંતી નદી ક્રોસ કરતા નથી.આ વખતે પણ નદી ની આ બાજુ જ નજરે ચડ્યા છે.આ સિંહો ગીરના જંગલમાં જન્મેલા નથી.પરંતુ જંગલ વિસ્તારમાં દરિયા કાંઠે જ જન્મેલા છે.જેથી તેઓ માણસોથી પરિચિત છે.આ સિંહોની માતા 7 વર્ષની છે.જેના પર અગાઉ વન વિભાગે રેડીયોકોલર મુક્યું હતું.પરંતુ તે સિંહણ બચ્ચા સાથે આવી નથી.આ સિંહોએ કોઈ માણસ ને નુકશાન કર્યું નથી.હાલ વનવિભાગ ની ટીમ માધવપુરના ઓશો આશ્રમ તેમજ વાડી વિસ્તારમાં મોનીટરીંગ કરી રહી છે.આ વિસ્તાર સિંહો માટે અનુકૂળ છે.જેથી તેઓ કાયમી મહેમાન બને તો પણ નવાઈ નહિ.વધુ માં જણાવ્યું હતું કે સિંહો પાલતુ પ્રાણીનું મારણ કરે તો સરકારી યોજના મુજબ માલિકને લાભ મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.

વધુ માં જણાવ્યું હતું કે લોકોએ સિંહોને રંજાળવા જોઈએ નહીં.સિંહો પાછળ દોડીને આંખમાં ટોર્ચ મારવી નહિ.કે તેની પાછળ બાઈક દોડાવવું નહી આવું કૃત્ય ગુન્હો બને છે.હાલ તો આ વન્ય પ્રાણી સિંહ માધવપુરના મહેમાન બન્યા છે.ત્યારે લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે.અને સિંહ ના ફોટા અને વિડીયો પણ સોશ્યલ મીડિયા માં વાઈરલ થઇ રહ્યા છે.
બે વરસ પહેલા પણ સિંહ માધવપુર આવી ચડ્યો હતો
૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ ના દિવસે પણ સિંહ માધવપુર સુધી આવી ચડ્યો હતો.અને મધુવન માં એક પ્રૌઢ અને એક યુવાન પર હુમલો કર્યો હતો.ત્યાર બાદ આ સિંહ આંત્રોલી ના જંગલ તરફ થઇ ને માંગરોળ બાજુ ચાલ્યો ગયો હતો.
૧૧૮ વરસ અગાઉ સુધી બરડા માં પણ સિંહો નો વસવાટ હતો
પોરબંદર નો બરડા ડુંગર એ વરસો અગાઉ સિંહો નું ઘર હોવાનું અને અહી ૧૯૦૩ સુધી સિંહો નો વસવાટ હોવાનું જાણીતા ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે જણાવ્યું હતું તો કુતિયાણા ના પ્રકુતિપ્રેમી વિજયભાઈ સુંડાવદરા એ જણાવ્યું હતું.કે પંદર વરસ અગાઉ રાણાવાવ ના પાદરડી ગામ સુધી બે નર સિંહ આવી ચડ્યા હતા.

જુઓ આ વિડીયો