પોરબંદર

વેકશનની શરૂઆત થતા પોરબંદરમા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.ચોપાટી,કિર્તીમંદિર ,સુદામા મંદિર સહિતના પ્રવાસન સ્થળોની મોટી સંખ્યા માં પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીની કર્મભૂમિ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર શહેરમાં આમ તો આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે.ખાસ કરીને વેકેશનનો સમયગાળો હોય ત્યારે હજ્જારોની સંખ્યામાં વિવિધ રાજ્યોના પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે.પરંતુ અગાઉ કોરોના ના લીધે માત્ર નજીવા પ્રવાસીઓ જ અહી મુલાકાત લેતા હતા.પરંતુ હાલ માં વિવિધ રાજ્યો ના પ્રવાસીઓ મોટી સંખ્યા માં અહી મુલાકાત લઇ રહ્યા છે.અને રમણીય ચોપાટી તેમજ કિર્તીમંદિર,સુદામા મંદિર,હરી મંદિર ઉપરાંત ભારત મંદિર અને તારા મંદિર જેવા જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓ ની ભારે ભીડ જોવા મળે છે.

વિશ્વવિખ્યાત સોમનાથ અને દ્વારકા ની વચ્ચે આવેલ હોવાથી પ્રવાસીઓ અચૂકપણે પોરબંદરની મુલાકાત લેતા હોય છે. અને ખરીદી તેમજ ખાણીપીણીની મોજ માણે છે.
કિર્તીમંદિર માં હજુ પણ ઉપર ના માળે તાળા
ગાંધી જન્મસ્થળે ઉપર નો માળઘણા સમય થી જર્જરિત હોવાના કારણે પુરાતત્વ વિભાગ દ્વારા તેનું સમારકામ કરાવવા ના બદલે તાળા લગાવી દીધા છે.જેથી દુર દુર થી આવેલા પ્રવાસીઓ આ ઐતિહાસિક સ્મારક નો ઉપર નો માળ જોવા ન મળતા નિરાશ થઇ પરત ફરે છે.
એક પણ ધર્મશાળા ની સુવિધા નહી
રાજ્ય નું મહત્વ નું પ્રવાસન સ્થળ હોવા છતાં પોરબંદર માં એક પણ ધર્મશાળા ન હોવાથી મોટા ભાગ ના યાત્રાળુઓ અહીના પ્રવાસન સ્થળો ની મુલાકાત લઇ રાત્રી રોકાણ કરતા નથી.અને સોમનાથ કે દ્વારકા તરફ ચાલ્યા જાય છે આથી અહી ધર્મશાળા ની સુવિધા આપવામાં આવે તો યાત્રાળુઓ અહી રાત્રી રોકાણ પણ કરી શકે.

જુઓ આ વિડીયો