પોરબંદર

તાજેતર માં લેસ્ટર લોહાણા મહાજન પ્રમુખ તરીકે મૂળ પોરબંદર ના અગ્રણી ની બિનહરીફ વરણી કરાઈ છે.

તાજેતર માં લેસ્ટર લોહાણા મહાજન ના પ્રમુખ તરીકે મૂળ પોરબંદર ના વતની અને ૨૦૦૭ થી લેસ્ટર માં સ્થાયી થયેલ ચેતનભાઈ એસ અમલાણી ની બિનહરીફ વરણી કરાઈ છે.ચેતનભાઈ અગાઉ પોરબંદર હતા ત્યારે પણ તેઓએ ચેમ્બર ઓફ કોમર્સ ની વિવિધ કમિટી માં પોતાની સેવા આપી હતી.ઉપરાંત અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયા હતા.ત્યાર બાદ તેઓ લેસ્ટર ગયા બાદ ત્યાં પણ પોતાની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.અને તેઓ ૨૦૧૪ થી લોહાણા મહાજન ના ઉપ પ્રમુખ અને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા.તાજેતર માં લેસ્ટર ખાતે લોહાણા મહાજન ની યોજાયેલ વાર્ષિક જનરલ મીટીંગ માં તેઓની બે વર્ષ ના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરાઈ છે.જેના પગલે પોરબંદર ની વેપારી આલમે અને રઘુવંશી સમાજ ના અગ્રણીઓ એ પણ તેઓને અભિનંદન પાઠવ્યા છે.

જુઓ આ વિડીયો