મૃતક નો ફાઈલ ફોટો

પોરબંદર

રાણાવાવ નાં પાદરડી ગામે જમીન નાં શેઢા નાં મનદુઃખ માં કૌટુંબિક કાકા એ તીક્ષ્ણ હથિયારો વડે ભત્રીજા ની હત્યા નીપજાવી છે.હત્યા કરનાર કૌટુંબિક કાકા ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કરતા આરોપી હાથવેંત માં હોવાનું જાણવા મળે છે.

રાણાવાવ નાં પાદરડી ગામે ચાવડા શેરી માં રહેતા સરમણભાઈ રામાભાઈ ચાવડા (ઉવ ૪૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની ખેતીની જમીન પાદરડી ગામે વાડી વિસ્તાર માં આવેલી છે.અને તેનાં કૌટુંબિક કાકા જેસાભાઈ પરબતભાઈ ચાવડા ની જમીન તેની બાજુ નાં શેઢે આવેલી છે.જે શેઢા બાબતે તેઓને જેસાભાઈ સાથે મનદુઃખ ચાલ્યું આવે છે.જે મનદુઃખ નાં કારણે જેસાભાઈ તેની તથા તેના ભાઈ કેશવભાઈ સાથે અવારનવાર ઝઘડો કરતા હતા.જેથી બન્ને કુટુંબો વચ્ચે બોલવા ચાલવા નાં વહેવાર ન હતા.અને ઘરમેળે સારું થઇ જશે તેવું વિચારી આ અંગે ક્યારેય પોલીસ ફરિયાદ કે રજૂઆત પણ કરી ન હતી.

ગઈકાલે સવારે સરમણભાઈ તેના કુટુંબી પરબતભાઈ સીદીભાઇ ચાવડા નાં પુત્ર રાજુ નાં લગ્ન માં વેઘલી નદી નાં રસ્તે જઈ રહ્યા હતા.ત્યારે જેસાભાઈ તેના વાડા પાસે ઉભી કુહાડા વડે વૃક્ષ કાપતો હતો.અને સરમણભાઈ ને ગાળો કાઢી ત્યાંથી નીકળવાની નાં પાડી હતી.અને નીકળશે તો જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.આથી સરમણભાઈ ત્યાં કઈ બોલ્યા વગર લગ્ન માં ચાલ્યા ગયા હતા.જ્યાં તેનાં પિતા અને મોટા ભાઈ કેશવને બધી વાત કરી હતી.આથી કેશવે તેને થોડી વાર પછી જેસા ને સમજાવવા જશે તેવું જણાવ્યું હતું.

ત્યાર બાદ નવેક વાગ્યે તેને કોઈ એ જાણ કરી હતી કે તેનો મોટો ભાઈ કેશવ(ઉવ ૫૩) વેઘલી નદી જતા રસ્તે જેસા ની વાડી પાસે લોહીલુહાણ હાલત માં પડ્યો છે.આથી તેઓ તુરંત ત્યાં દોડી ગયા હતા અને કેશવ ત્યાં ગંભીર ઈજાગ્રસ્ત હાલત માં પડ્યો હતો.જયારે જેસા ક્યાય નજરે ચડતો ન હતો.આથી કેશવભાઈ ને તુરંત રાણાવાવ સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પર નાં ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા.જેસાએ શેઢા નાં મનદુઃખ માં તેના મોટાભાઈ કેશવભાઈ ની હત્યા કરી હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અને આરોપી હાથવેંત માં હોવાનું જાણવા મળે છે.

જુઓ આ વિડીયો