પોરબંદર

રાજ્ય માં ફરી કોરોના ના કેસો માં વધારો થતા પોરબંદર આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે.અહી કોરોના ટેસ્ટીંગ ની સંખ્યા વધારી હાલમાં દરરોજ ૫૦૦થી વધુ લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.

પોરબંદર જીલ્લા માં કોરોનાની પ્રથમ અને બીજી લહેર ઘાતક નીવડી હતી.સરકારી અને ખાનગી હોસ્પિટલો માં દર્દીઓ ની કતારો લાગી હતી.તો સ્માશન માં પણ વેઈટીંગ ની સ્થિતિ સર્જાઈ હતી.ત્યાર બાદ કોરોના નું સંક્રમણ ઘટતા છેલ્લા ચાર માસ થી કોરોના ટેસ્ટીંગ માં ઘટાડો કરવામાં આવ્યો હતો.દરરોજ ૧૫૦ થી વધુ ટેસ્ટ કરવામાં આવતા હતા.પરંતુ હાલ માં જયારે સમગ્ર રાજ્ય માં કોરોના ના કેસો વધી રહ્યા છે.ત્યારે પોરબંદર નો આરોગ્ય વિભાગ પણ સતર્ક થઇ ગયો છે.અને હાલ માં ફરી દરરોજ ૫૦૦ થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.આરોગ્ય વિભાગ ના અધિકારી ડો કરમટા સહિતની ટીમ પણ કોરોના ના વધતા જતા કેસો ને લઇ ને સતર્ક બની છે.અને સંક્રમણ ને નાથવા સતત પ્રયાસો કરી રહી છે.

જુઓ આ વિડીયો