પોરબંદર

ભારતીય જળસીમા માં પાકિસ્તાનની બોટ સાથે ઘુસી આવેલા દસ પાકિસ્તાની શખ્સો સામે ગુન્હો નોંધ્યા બાદ તમામ ના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તમામ ની વિધિવત ધરપકડ કરી બોટ ની સ્નીફર ડોગ મારફત સઘન ચકાસણી હાથ ધરાઈ હતી.તમામ શખ્સો ને આજે રિમાંડ ની માંગ સાથે કોર્ટ માં રજુ કરાશે.

કોસ્ટગાર્ડ ની અંકિત શીપ દ્વારા ભારતીય જળસીમા માં ઘુસણખોરી કરનાર દસ શખ્સો ને અલ યાસીન નામની ફિશિંગ બોટ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.તમામ શખ્સો વિરુધ પોરબંદર ના નવી બંદર પોલીસ મથક માં ગુન્હો નોધાયા બાદ તમામ ના કોરોના ટેસ્ટ કરાયા હતા.જે નેગેટીવ આવતા તેઓની વિધિવત ધરપકડ કરી એસઓજી પી આઈ કે આઈ જાડેજા દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે.

હાલ તો આ શખ્સો પોતે માછીમાર હોવાનું અને ખરાબ વાતાવરણ ના કારણે ભારતીય જળસીમા માં ઘુસી ગયા હોવાનું રટણ કરી રહ્યા છે.પરંતુ તેઓની વધુ પુછપરછ મે આજે બુધવારે આ શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.એસઓજી દ્વારા નારકોટીકસ અને એક્સપ્લોઝીવ અંગે ના નિષ્ણાત સ્નીફર ડોગ દ્વારા પાકિસ્તાની બોટનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.પરંતુ તેમાંથી કઈ વાંધાજનક ચીજ મળી ન હોવાનું પોલીસે જણાવ્યું છે.આ દસ શખ્સો માં એક ૧૩ વર્ષીય તરુણ પણ હોવાથી તેને બાળ અદાલત માં રજુ કરાશે તેવું જાણવા મળે છે.
ઝડપાયેલા શખ્સો ના નામ
ઝડપાયેલા શખ્સો માં અહેમદ ઉસ્માન કાતીયાર (ઉ.વ. ૪૫),હસન ઉસ્માન કાતીયાર (ઉ.વ. ૩૦),ગુલામ હુસેન ઉસ્માન કાતીયાર (ઉ.વ. ૪૫),અબ્દુલ સત્તાર હનીફ કાતીયાર (ઉ.વ.૨૧),અહેસાન નબીબક્ષ પાતણી (ઉ.વ. ૨૧),આરબ જુમો પાતણી (ઉ.વ.૫૦),મકબુલ કાસમ પાતણી (ઉ.વ. ૨૦),ગુલામ હુસેન સાલેહ રૂંજો (ઉ.વ. ૫૦),ગુઢુ કાસમ પાતણી (ઉ.વ. ૨૫ )તથા ગુલામ મુસ્તફા ગુલામ સબ્બીર જીલાની (ઉ.વ.૧૩) નો સમાવેશ થાય છે અને તમામ પાકિસ્તાન ના ઠઠ્ઠા જીલ્લા ના વતની હોવાનું જાણવા મળે છે.

જુઓ આ વિડીયો 

તો આ મામલે જીલ્લા પોલીસવડા ડો રવિમોહન સૈનિ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને આ અંગે મીડિયા ને માહિતી અપાઈ હતી.

જુઓ આ વિડીયો