પોરબંદર

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં 10 તબીબોની ઘટ વચ્ચે દરરોજ એક તબીબ ને ડેપ્યુટેશન પર દ્વારકા મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી દર્દીઓ ની મુશ્કેલી માં વધારો થશે જેથી ડેપ્યુટેશનો આદેશ રદ કરી ડોકટરો ની ભરતી કરવા માંગ ઉઠી છે .

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ એ જીલ્લા ની મુખ્ય સરકારી હોસ્પિટલ હોવાથી શહેર ઉપરાંત ગ્રામ્ય પંથક માં થી પણ મોટી સંખ્યા માં દર્દીઓ અહી સારવાર માટે આવે છે પરંતુ આ હોસ્પિટલ માં કલાસ વન તબીબ ની 18 જગ્યા સામે 10 જેટલા તબીબ ની ઘટ જોવા મળે છે. આ ઘટ વચ્ચે દરરોજ એક તબીબ ને દ્વારકા હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન પર મોકલવા ઓર્ડર કરાયો છે ઇન્ચાર્જ આરએમઓ ડો. મકવાણાએ જણાવ્યું હતુંકે, તા. 31/5 થી 29 દિવસ સુધી સિવિલ હોસ્પિટલના તબીબને વારા ફરથી દ્વારકા હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન પર મોકલવાનો ઓર્ડર આવ્યો છે. જેથી દરરોજ એક તબીબ ને દ્વારકા મોકલવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન, આરએમઓ, એનેસ્થેટિસ્ટ 2, ઇએનટી સર્જન, સ્ત્રીરોગ નિષ્ણાંત, જનરલ સર્જન, માઈક્રો બાયોલોજીસ્ટ, ડેન્ટલ સર્જન, ફિઝિશિયનની જગ્યા ખાલી છે. જયારે સિવિલ સર્જન, આરએમઓ પણ ચાર્જ માં છે. અને એનેસ્થેટીક્સ અને ઓર્થોપેડિક તબીબ કોન્ટ્રાકટ બેઇઝ સેવા આપે છે.ઘટ વચ્ચે તબીબોને ડેપ્યુટેશન પર મુકવામાં આવે છે જેથી દર્દીઓની મુશ્કેલીમાં વધારો થાય છે અને અહી સારવાર માટે આવતા દર્દીઓને રીફર કરી દેવામાં આવી રહયા છે તો કેટલાક દર્દીઓ એ ન છુટકે ખાનગી હોસ્પિટલ માં મસમોટી રકમ ચૂકવવી પડે છે ત્યારે હોસ્પિટલ મા ઘટતા તબીબની નિમણુંક આપવામાં આવે તેમજ તબીબોને ડેપ્યુટેશન પર મોકલવાનો નિર્ણય રદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
૧૦૦ કિમી દુર થી ડેપ્યુટેશન પર બોલાવવા ના બદલે નજીકના શહેર થી બોલાવવા જોઈએ  

પોરબંદર થી ૧૦૦ કિમી દુર આવેલ દ્વારકા ખાતે હોસ્પિટલ માં પોરબંદર સિવિલ ના તબીબો ને દરરોજ ડેપ્યુટેશન પર મોકલવામાં આવે છે.તેના બદલે હાલ દ્વારકા નજીક આવેલ રાવલ,સિક્કા,સલાયા,રાવલ,કલ્યાણપુર સહિતના ગામો એ હોસ્પિટલો માં પણ તબીબો ની નિમણુક થઇ છે,ત્યારે તે નજીક ના ગામો એ થી તબીબો ને બોલાવવાના બદલે ૧૦૦ કિમી દુર પોરબંદર થી બોલાવવામાં આવે છે,જેના કારણે જીલ્લા ની આ મુખ્ય હોસ્પિટલ માં દર્દીઓ ને મુશ્કેલી ભોગવવી પડે છે.ત્યારે દર્દીઓ ના હિત માં ડેપ્યુટેશન રદ કરવું જરૂરી બન્યું છે.અગાઉ ધારાસભ્ય થી લઇ ને તત્કાલીન આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ની સિવિલ હોસ્પિટલ ની મુલાકાત વખતે તેઓએ ડેપ્યુટેશન રદ કરવા ખાતરી આપી હતી. પરંતુ હજુ સુધી તેનું પાલન ન થતા દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે.

જુઓ આ વિડીયો