પોરબંદર

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં દવા વિભાગ માં ઉપરથી પોપડા ખરતા હોવાથી અન્ય સ્થળે દવાબારી કાર્યરત કરાઈ છે.પરંતુ એક જ દવાબારી કાર્યરત કરાઈ હોવાથી દર્દીઓનો ઘસારો થતો હોય છે.જેથી વધુ દવાબારી ખોલવા માંગ ઉઠી છે.

પોરબંદર સિવિલ હોસ્પિટલ ની ઈમારત જર્જરિત હોવાથી દવા વિભાગ માં ઉપરથી પોપડા ખરતા હતા.જેથી દર્દીઓ અને ફરજ બજાવતા કર્મચારીઓ નાં જીવ નું જોખમ હોવાથી સામેના ભાગે દવાબારીની વ્યવસ્થા કરવામાં આવી છે.પરંતુ અહી માત્ર એક જ બારી કાર્યરત કરાઈ હોવાથી દર્દીઓની કતાર લાગે છે.જેથી સંક્રમણ વધવાની ભીતિ સેવાઈ રહી છે.

ઉપરાંત ફ્લુ ઓપીડી ની બાજુ માં જ આ દવાબારી કાર્યરત કરાઈ હોવાથી કોરોના નાં શંકાસ્પદ દર્દીઓ સાથે દવા લેવા કતાર માં ઉભા રહેનાર દર્દીઓ સંપર્ક માં આવતા જેને કોરોના ન હોય તેને પણ થઇ જવાની શક્યતા રહે છે.આથી સિવિલ હોસ્પિટલ દ્વારા બે દવાબારી અને બે કેસબારીની તાકીદે વ્યવસ્થા કરવામાં આવે અને ફ્લુ ઓપીડી અને દવાબારી એકબીજા થી દુર રાખવામાં આવે તેવી માંગ દર્દીઓ કરી રહ્યા છે.

જુઓ વિડીયો