પોરબંદર

સરકારી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી વિભાગ આવેલો છે.અહીં ફિઝિયોથેરાપીસ્ટ ટીમની પ્રશંસનીય કામગીરીના કારણે દરરોજ 100 જેટલા દર્દી કસરત માટે આવે છે.આધુનિક સાધનો થી સજ્જ આ વિભાગ દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે.

પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી વિભાગ આવેલો છે.અહીં પગના દુખાવા, કમર, ગોઠણ, ગરદન, હાથના દુખાવા તેમજ ઓપરેશન પછીની કસરતો,ગરમ શેક માટેના આધુનિક સાધનો આવેલા છે. મોઢાનો લકવો અને પેરાલીસીસ થયેલ દર્દીઓ માટેની કસરતના સાધનો છે.દરરોજ સરેરાશ 100 જેટલા દર્દી અહીં ફિઝિયોથેરાપી કસરત માટે આવે છે.આ વિભાગ ખાતે વોર્ડના હેડ ફિઝિયોથેરાપીસ્ટ ડો.ધવલ કાથરોટીયા તેમજ સ્ટાફ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.અહી 12 વર્ષના બાળક થી લઇ ને  વૃદ્ધ લોકો કસરત માટે આવે છે.

અહીં વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે.અને આધુનિક સાધનો હોવાને કારણે અનેક દર્દીઓ સાજા થઈને જાય છે.ખાસ પેરેલીસીસ થયેલા દર્દીઓ કે જેઓને સ્ટ્રેચર પર લાવવામાં આવે છે.તેવા દર્દીઓ પણ ફિઝિયોથેરાપી કસરત કરીને સાજા થાય છે. ખાનગી હોસ્પિટલ અથવા ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી કસરત માટે રોજના રૂ. 50 થી માંડીને 200 સુધીના ચાર્જ લેવામાં આવે છે.જયારે અહી સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે.કોરોના મહામારી વચ્ચે ફિઝિયોથેરાપીસ્ટ ધવલ કાથરોટિયા ની કામગીરી બદલ તેઓનું સન્માન કરાયું હતું.

જુઓ આ વિડીયો