પોરબંદર

પોરબંદર શહેર મધ્યે આવેલ ભોજેશ્વર પ્લોટ વિસ્તાર માં દોઢ કરોડ ની જગ્યા પર પાંચ વરસ થી પેશકદમી કરી હોવા અંગે 11 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામજોધપુર ના સખપુર ગામે રહેતા અને ખેતી કરતા લક્ષ્મણભાઈ મુરૂભાઈ ઓડેદરા (ઉવ ૫૧)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓએ ૧૮/૦૯/૨૦૧૪ ના રોજ મનોજભાઈ બાબુલાલ ઠકરાર તથા કાનાભાઈ ભીમાભાઈ કડછા ની સંયુક્ત માલીકી ના શહેરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં આવેલ સીટી સર્વે નં ૨૧૦૭,ની ૭૩૮-૦-9 ચોરસ વાર જમીન ઉપર જૂનુ બાંધકામ વાળુ મકાન ખરીદ કર્યું હતું.ત્યાર બાદ તેઓ ખેતીકામ માં રોકાયેલા હતા.અને તે સમયે મકાન ની કોઈ જરૂરીયાત ન હોવાથી તેઓ મકાને ગયા ન હતા.

પાંચેક વર્ષ પહેલાં તેઓને એવું જાણવા મળ્યું હતું કે તે જમીનમાં માં કોઈ અનઅધીકૃત રીતે કબ્જો જમાવીને તેમાં પોતાની રીતે મકાન બનાવીને રહે છે.જેથી તેઓ મકાને આવતા અહી કેટલાક શખ્સો તેઓની કોઇપણ પરમીશન વગર પોતાની રીતે નવા મકાનોનું બાંધકામ કરી રહેતા હતા.જેથી તેઓએ આ લોકોને આ જમીન મકાન તેઓની માલીકીના હોવાનું જણાવી.અને જમીન મકાન ખાલી કરવાનું કહ્યું હતું.પરંતુ તે લોકો એ ખાલી કરવાનો ઇનકાર કરતા તેઓ ઘરે પરત ચાલ્યા ગયા હતા.

અને તપાસ કરતા આ જમીન માં કારાભાઈ જેઠાભાઈ ઉલ્વા,ધનાભાઈ જેઠાભાઈ ઉલ્વા,ભીખુભાઈ જેઠાભાઈ ઉલ્વા,કાનાભાઈ જેઠાભાઈ ઉલ્વા,ખીમાભાઈ જેઠાભાઈ ઉલ્વા,સાજણભાઈ કાનાભાઈ ઉલ્વા,મેરામણભાઈ ધનાભાઈ ઉલ્વા,દેવાયતભાઈ કારાભાઈ ઉલ્વા,શૈલેષભાઈ કારાભાઈ ઉલ્વા,કમલેશભાઈ કારાભાઇ ઉલ્વા અને નિલેશભાઈ વિરમભાઈ ભુતીયા એમ અગીયાર લોકોએ તથા તપાસ દરમ્યાન જણાય આવે તે લોકોએ મકાન પર કબજો કર્યો હતો.જે અંગે તેઓએ કલેક્ટર ને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરી હતી.જે અરજીની તપાસના અંતે તેઓને લેન્ડ રેકર્ડ કચેરી ના સુપ્રીટેન્ડેન્ટ એ પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કર્યા હતા.આથી આ ૧૧ શખ્શો સામે તેઓએ પોતાની દોઢ કરોડ રૂ ની કીમત ની જમીન પચાવી પાડવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ જમીન એસપી ના બંગલા થી ૨૦૦ મીટર તથા કોંગી અગ્રણી અર્જુન મોઢવાડિયા ના મકાન થી માત્ર ૧૦૦ મીટર ના અંતરે આવેલ છે.ત્યારે પોશ ગણાતા આ વિસ્તાર માં લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.
જુઓ આ વિડીયો