પોરબંદર

પોરબંદર ના સોશ્યલ મીડિયા માં હાથ માં પિસ્તોલ સાથે ખુલ્લે આમ સડક પર બિન્દાસ ફરતી યુવતી નો વિડીયો વાઈરલ થયો હતો.જેના આધારે પોલીસે વિડીયો માં પિસ્તોલ સાથે દેખાતી યુવતી ની ધરપકડ કરી હતી.તથા વિડીયો બનાવવા માટે પિસ્તોલ આપનાર તેના એક્સ આર્મીમેન સબંધી ની પણ ધરપકડ કરી હતી.

પોરબંદર ના સોશ્યલ મીડિયા માં એક વિડિઓ વાયરલ થયો છે. જે વિડીયો યુવતી ના ઇન્સ્ટાગ્રામ રીલ નો છે.અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી ડાઉનલોડ કરી ને કોઈએ વાઈરલ કર્યો છે.આ વિડીયો માં તે યુવતી કાર માંથી બહાર નીકળીને પિસ્તોલ હાથમાં લઈ બહાર આવે છે.અને ખુલ્લી સડક પર બિન્દાસ ફરતી હોય તેવો વિડિઓ બનાવવામાં આવ્યો છે.બેકગ્રાઉન્ડ ગીતો સાથેનો આ વિડિઓ ઉપરાંત અન્ય એક વિડીયો માં તે યુવતી નેફા માં પિસ્તોલ રાખી ડાયલોગ બોલી રહી છે.તે વિડીયો પણ વાઈરલ થયો છે.જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આ વિડીયોમાં સીતારામનગર વિસ્તાર માં રહેતી અંજલિ ખેતાભાઇ ચાવડા (ઉવ ૨૩) હોવાનું જાણવા મળ્યું હતું.

આથી પોલીસે તેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પુછપરછ કરતા એવું જણાવ્યું હતું કે નવેક માસ પૂર્વે તેના સબંધી એક્સ આર્મીમેન પ્રફુલ મકવાણા સાથે કાર માં કોલીખડા ગામે ગઈ હતી.અને પરત ફરી રહી હતા ત્યારે ઓવરબ્રિજ નજીક તેણે સોશ્યલ મીડિયા માં વિડીયો બનાવવા પ્રફુલ પાસે થી તેની લાયસન્સ વાળી રિવોલ્વર માંગતા પ્રફુલે તેને રિવોલ્વર આપી હતી.જેનો વિડીયો બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.સોશ્યલ મીડિયા ના ફેન ફોલોઅર્સ વધારવા અને ફેમસ થવા માટે તેણે આવું કર્યું હોવાનું પોલીસ ને જણાવ્યું હતું.આથી પોલીસે અંજલિ તથા પ્રફુલ સામે ગુન્હો નોંધી બન્ને ની ધરપકડ કરી હતી.અને તેની પાસે થી રિવોલ્વર તથા બન્ને ના મોબાઈલ પણ કબજે કર્યા હતા અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ આ વિડીયો