પોરબંદર

પોરબંદરમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશન સામે સોનીની દુકાનમા ચાંદીના સાંકળા ની ચોરી થઈ હતી.જેમાં સીસીટીવી ફુટેજના માધ્યમથી ભેદ ઉકેલાયો હતો.સાંકળા પરત મળી જતા વેપારીએ પોલીસ ફરિયાદ કરી ન હતી.

પોરબંદરના કીર્તિમંદિર પોલીસ મથક સામે આવેલ સિલ્વર હાઉસના માલિક રાજેશભાઇ રાણીંગા એ જણાવ્યું હતું કે ગઈ કાલે તેની દુકાને એક મહિલા ચાંદીના સાંકળા લેવા આવી હતી.અને દુકાનદારને વાતો માં મશગુલ કરી નજર ચૂકવી અંદાજે રૂ. 12 હજારની કીમત નો ચાંદીનો સાંકળો ચોરી લીધો હતો.આ અંગેની જાણ થતા વેપારીએ સીસીટીવી ફૂટેજ ચેક કરી તેના ફૂટેજ મિત્રને મોકલ્યા હતા.જેમાં મહિલા ની ઓળખ થઇ જતા મિત્ર એ મહિલા પાસેથી ચાંદીના સાંકળા લઈ દુકાને આપી જતા મામલો થાળે પડ્યો હતો.સાંકળા પરત મળી જતા તેઓએ પોલીસ ફરિયાદ કરી ન હતી.આ મહિલા ધોરાજીની હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

જુઓ આ વિડીયો