પોરબંદર

પોરબંદરનો સેવાભાવી યુવાન સિવિલ હોસ્પિટલ ખાતે થી દર્દીઓ ને ફળોનું વિતરણ કરી લેડી હોસ્પીટલે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તા માં તેના બાઈક ને આખલા એ હડફેટે લેતા તેને માથા માં ઈજાઓ થઇ હતી.આથી તેને સરકારી હોસ્પીટલે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે.

પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ રહેતા અને બંગડી બજાર માં કોસ્મેટિક ની દુકાન ધરાવતો જીતેશ હેમેન્દ્રભાઈ વલેરા(ઉવ ૪૦) નામનો યુવાન રવિવારે સવારે તેના ગ્રુપ સાથે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફળોનું વિતરણ કરવા ગયો હતો.અને ત્યાંથી લેડી રૂપાળીબા હોસ્પિટલ ખાતે મહિલા દર્દીઓને વિતરણ કરવા બાઈક પર જતો હતો.ત્યારે ફીજી છાત્રાલય નજીક એક આખલો અચાનક દોડી ને આવ્યો હતો.અને જીતેશ ના બાઈક ને હડફેટે લીધું હતું.આથી તે બાઇક માંથી પડી જતા માથામાં ઈજાઓ થઇ હતી.આથી તેને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યા તેને માથામાં 9 જેટલા ટાંકા આવ્યા હતા.ત્યાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.પોરબંદર માં આખલાઓ નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.અવારનવાર આખલા યુદ્ધ ના કારણે લોકો ને ઈજાઓ થવાના તથા વાહનો ને નુકશાન થવાના બનાવ બને છે.ત્યારે પાલિકા આખલા પકડો અભિયાન શરુ કરે તેવી માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો