પોરબંદર

વીજક્ષેત્રના ખાનગીકરણ સામે પોરબંદર પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સુત્રોચાર કરવામાં આવ્યા હતા.
ભારત સરકારના ઊર્જા વિભાગ દ્વારા ઇલેક્ટ્રિસીટી એમેન્ડમેન્ડ બીલને નોટિફાય કરવામાં આવેલ છે જેના અનુસંધાને વીજ ક્ષેત્રની જનરેશન-ટ્રાન્સમિશન-ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના તમામ વિભાગોને ખાનગીકરણ તરફ સરકાર દ્વારા લઈ જવા માંગે છે તેવું જણાવી પોરબંદર પીજીવીસીએલ ની સર્કલ કચેરી,ડીવીઝન ઓફીસ તથા પાવર સ્ટેશન ખાતે રીસેસના સમય દરમ્યાન અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેનટ બિલ 2021ના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો તથા તમામ ગ્રાહકો, કર્મચારીઓ, અધિકારીઓમાં ખાનગીકરણ બાબતે માહિતિ આપી જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

જેમાં જણાવ્યું હતું કે,ભારત દેશની આઝાદી બાદ આશરે ૭૦ વર્ષ જેટલા લાંબા સમય સુધી સરકારના સહયોગી અધિકારીઓ–કર્મચારીઓ દ્વારા ખુબ મહેનત કરી- લોહી રેડીને સમગ્ર દેશમાં વીજ નેટવર્ક ઉભું કરેલ છે.જેની કોઈ કિંમત આંકી શકાય તેમ નથી.આ વીજ નેટવર્કથી સમગ્ર દેશમાં 25 કરોડથી વધુ રહેણાંક – વાણીજય – કારખાના – ખેતીવાડી વગેરે પ્રકારના વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

આ બીલના એમેન્ડમેન્ટથી ખાનગી કંપનીઓને ઉર્જા ક્ષેત્રમાં વિશાળ સતા/ક્ષેત્ર પૂરું પાડવામાં આવનાર છે.એક્ટ – ૨૦૦૩ માં સુધારણા નામે વીજ ક્ષેત્રનું ખાનગીકરણ કરવામાં આવશે.ઈલેક્ટ્રીસીટી એક્ટ–૨૦૦૩ નો હેતુ ગ્રાહકોને સસ્તા દરે વીજળી પૂરી પાડવાનો હતો.પરંતુ શકય બનેલ નથી.ખાનગી વીજ કંપનીઓ દ્વારા અવાર નવાર વીજ ટેરીફમાં વધારો કરવામાં આવેલ છે.આ બીલના એમેન્ડમેન્ટથી ગ્રાહકોને અપાતી સબસીડીઓ ધીમે ધીમે બંધ થઈ શકે છે. રાજ્ય દ્વારા તેમની નાણાકીય સ્થિતિના અનુસંધાને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર હેઠળ ગ્રાહકોને રાબસીડી આપવાની વાત છે. ખેતી વાડી- ઉત્પાદનો માટે વીજળીના ભાવો વધી શકે તેમ છે.

અતિવૃષ્ટી – અનાવૃષ્ટિ – ધરતીકંપ – વાવાઝોડા – કોવીડ મહામારી જેવા રામયે સરકાર ની વીજ કંપનીઓ તથા અધિકારી – કર્મચારીઓ દ્વારા સતત કામગીરીઓ કરી વીજળી ગ્રાહકોને સતત વીજળી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેલ છે.મોટા નુકશાનો સહન કરીને પણ સરકાર દ્વારા ગ્રાહકોને કપરા સમયે સતત વીજ પુરવઠો સેવાભાવથી પહોચાડવામાં આવે છે,જે ખાનગી કંપની દ્વારા શક્ય નથી.

ખાનગી કંપનીઓ દ્વારા નફાકારક શહેરોમાં જ વીજ વિતરણ ની કામગીરીઓ સંભાળવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આવક ઓછી હોય-તકલીફો વધુ હોય- લોસીસ વધુ હોય તેવા વિસ્તારોમાં ખાનગી કંપનીઓ કામગીરી કરતી નથી.

મહારાષ્ટ્રમાં ઓરંગાબાદ – નાગપુર – જલગાંવ, મધ્યપ્રદેશમાં ઉજ્જૈન – ગ્વાલ્વર – સાગર, બિહારમાં ગયા – મુજપુર – ભાગાપુર, ઉતરપ્રદેશમાં આગ્રા તથા ઓરિસ્સામાં વીજ ક્ષેત્રે ખાનગી કંપની દ્વારા સંચાલન કરવામાં આવેલ છે.જેમાં કંપનીઓની કામગીરી નિષ્ફળ રહેલ છે,મુંબઈમાં રિલાયન્સ એનર્જી લી. કંપની પાવર ડીસ્ટ્રીબ્યુશનમાં નિષ્ફળ ગયેલ છે તેવું જણાવ્યું હતું.સુત્રોચ્ચાર માં મોટી સંખ્યા માં પીજીવીસીએલનાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

જુઓ આ વિડીયો