પોરબંદર

પોરબંદરમા વધુ 4 ગૌધન માં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળ્યું છે.જયારે એક આખલા એક ગાયનું આ રોગ ના કારણે મૃત્યુ થયું છે.જેથી પશુપાલન વિભાગ દ્વારા જીઆઇડીસી ખાતે આઇસોલેશન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.અને ૨૫૩ પશુઓ ને વેક્સીન અપાઈ છે કરાયો છે.

પોરબંદર શહેર માં ગૌધનમાં ચામડીનો ચેપી રોગચાળો જોવા મળે છે.ગઈ કાલે આઠ જેટલી રસ્તે રઝળતી ગાયોને લમ્પી વાયરસ થયો હોવાનું સામે આવ્યા બાદ આજે વધુ 4 પશુઓ ને પણ આ રોગ થયો હોવાનું જાણવા મળે છે.પશુપાલન વિભાગ ના તબીબ ડો ભરતભાઈ મંડેરા એ જણાવ્યું છે.કે વધુ 4 ગૌધન ને લમ્પી વાયરસ ની અસર જણાતા આવા રોગગ્રસ્ત પશુઓનું સંક્રમણ અન્ય પશુઓમાં ન ફેલાય તે માટે તેને આઇસોલેટ કરવા પાલિકા પાસે જગ્યાની દરખાસ્ત મુકવામાં આવી હતી.

દરમ્યાન સેવાભાવી લોકો એ જીઆઇડીસી ખાતે પ્લોટ ફાળવતા અહીં આઇસોલેશન વિભાગ શરુ કરવામાં આવ્યો છે. અને હાલ અહી તમામ પશુઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.અહી પાલિકા દ્વારા પાણી અને ઘાસચારાની સુવિધા કરવામાં આવી છે.અને પાલિકાની ઢોર પકડવાની ટીમ દ્વારા જે પશુઓમાં આ રોગના લક્ષણો દેખાય તેને પકડીને આઇસોલેશન વોર્ડમાં લાવવાની કામગીરી હાથ ધરી છે.એક બીમાર આખલા અને ગાય નું મોત થયું છે.

આ રોગ માખી, મચ્છર,જુ,ચાંચળ અને ઇતરડીથી પશુઓમાં ફેલાતો હોવાથી શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાલિકા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે અને આઈસોલેશન કરાયેલ પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારાની પુરતી વ્યવસ્થા કરવામાં તેવી માંગ જીવદયાપ્રેમી સંસ્થા ના ડો નેહલબેન કારાવદરા એ કરી છે.અને પશુપાલન વિભાગ દ્વારા ગૌવંશને વેકશીનેશન કામગીરી ઝડપી બનાવવામાં આવે તેવી માંગ કરી છે.ડો મંડેરા એ જણાવ્યું હતું કે પશુપાલન વિભાગ દ્વારા પાંજરાપોળ ખાતે 253 ગૌવંશને વેકશીન આપવામાં આવી છે.શહેર અને આસપાસના વિસ્તારમાં અંદાજે 3500 જેટલા ગૌધનની સંખ્યા છે.પરંતુ અત્યાર સુધી ના તમામ કેસો ભોજેશ્વર પ્લોટ,વાડી પ્લોટ સહિતના વિસ્તાર ના જ આવ્યા હોવાથી તે સમગ્ર વિસ્તાર માં ખાસ મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

જુઓ આ વિડીયો