પોરબંદર

પોરબંદર શહેર ના પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝનું સંક્રમણ વધી રહ્યું હોય તેમ વધુ 3 પશુઓ માં તેની અસર જોવા મળે છે.પશુઓ માં સંક્રમણ ને અટકાવવા પશુપાલન વિભાગ દ્વારા ૮૦ પશુઓ નું રસીકરણ કર્યું છે.ત્યારે પાલિકા દ્વારા શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદર શહેરમાં લમ્પી સ્કિન ડીસીઝ નું પ્રમાણ વધતું જાય છે.અગાઉ ૨૫ પશુઓ ને વાયરસ ની અસર થયા બાદ વધુ 3 પશુને આ રોગ થતા તેઓને જીઆઇડીસી ખાતે શરુ કરાયેલ આઈસોલેસન વિભાગ માં ખસેડવામાં આવ્યા છે.શહેર માં આ રોગના કુલ કેસ 28 થયા છે.જયારે અત્યાર સુધી માં આ રોગ ના કારણે 4 ગૌધનના મૃત્યુ થયા છે.

વધુ પશુઓ માં આ રોગ નું સંક્રમણ ન થાય તે માટે પશુપાલન વિભાગ દ્વારા અગાઉ પાંજરાપોળ ખાતે ૨૫૩ પશુઓને રસી અપાયા બાદ આજે ઇન્દ્રેશ્વર મંદિર ની ગૌશાળા ખાતે વધુ ૮૦ ગૌધન ને રસી આપવામાં આવી છે.હજુ પણ પાલિકા ના કર્મચારીઓ અને સામાજિક સંસ્થાઓ ના સહયોગ થી રઝળતા પશુઓ માં પણ રસીકરણ કરવામાં આવશે તેવું પશુપાલન વિભાગે જણાવ્યું છે.પશુઓમાં આ રોગ ઇતરડી,જુ,ચાંચડ સહિતના જંતુથી થઈ રહ્યો છે.અને આ રોગ ચેપી હોવાથી તેનું સંક્રમણ અટકાવવા સામાજિક સંસ્થાઓ દ્વારા આઈસોલેસન વિભાગમાં નિયમિતપણે જંતુનાશક દવાનો નો છંટકાવ કરવામાં આવે છે.ત્યારે પાલિકા ટીમ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો