પોરબંદર

પોરબંદર ના રાજીવનગર વિસ્તાર માં રહેણાંક મકાન માંથી સોનાના દાગીના અને મોબાઈલ મળી રૂ ૩૫ હજાર ના મુદામાલ ની ચોરી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર ના રાજીવનગર માં આવેલ શ્રીજી સોસાયટી માં રહેતા હરદાસભાઈ વિક્રમભાઈ રાતડીયા (ઉવ ૪૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ તથા તેના પરિવારજનો ગત 1-4 ના રોજ ખેતી કામ માટે તેની ઈશ્વરીયા ગામે આવેલી વાડી એ ગયા હતા.તે દરમ્યાન તા 7-4 ની રાત્રી એ કોઈ તસ્કરો એ તેના મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનના બેડરૂમના કબાટમાં રહેલ બે નંગ સોનાની કાનની બુટી,બે નંગ સોનાની સર તથા એક સોનાનું પેન્ડલ મળી રૂ ૨૫૦૦૦ ની કીમતના આશરે દોઢ તોલા સોનાના દાગીના તથા દસ હજાર ની કીમત ના ફોન મળી રૂ ૩૫ હજાર ના મુદામાલ ની ચોરી કરી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ આ વિડીયો