પોરબંદર

પોરબંદર જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે.સવારથી જ અનેક ખેડૂતો ખાતર લેવા લાઈનમાં ઉભા રહે છે.પરંતુ તેઓને 35 થેલી ની જરૂરિયાત સામે સામે 3 થેલી જ યુરિયા ખાતર નું વિતરણ કરવામાં આવે છે.જેથી પુરતો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

પોરબંદર જિલ્લામાં એક લાખ હેક્ટર થી વધુ વાવેતર થયું છે.પરંતુ ખેતી માં મહત્વ નું ગણાતું યુરિયા ખાતરની અછત સર્જાણી છે.મોટા ભાગ ની ખાતરની દુકાનો એ યુરિયા ખાતર ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.શહેર ના સુતારવાડા સામે આવેલ વિતરક ની દુકાને સવારથી જ મોટી સંખ્યા માં ખેડૂતો યુરિયા ખાતરનો જથ્થો લેવા પહોંચી ગયા હતા.જેથી ખેડૂતોની લાંબી લાઈન લાગી હતી.અને સોશ્યલ ડીસ્ટન્સ નો પણ ભંગ થઇ રહ્યો હતો.અહી પણ સ્ટોક ખાલી થઈ જતા અનેક ખેડૂતો નિરાશ થઇ પરત ફર્યા હતા.

ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ જીલ્લાભર માં ખાતર ની અછત સર્જાઈ છે.ખેડૂતો ને 35 થી ૪૦ થેલીની જરૂરિયાત સામે માત્ર 3 થેલી યુરિયા ખાતર જ મળે છે.કેટલાક ખેડૂતો એ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં કાળાબજાર માં ખાતર નું વેચાણ થઇ રહ્યું છે.આ અંગે નાયબ ખેતી નિયામક વિસ્તરણ નીતિનભાઈ બાબરિયા ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે જીલ્લા માં સબ્સીડાઈઝ ખાતર ના ૬૪ વિક્રેતા છે.ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 4000 મેટ્રિક ટન યુરિયા ખાતર આવ્યું છે.જથ્થો આવે તે મુજબ વિતરણ ચાલુ છે.દરેક ખેડૂતને ખાતર મળી રહે તે માટે મર્યાદિત જથ્થા નું વિતરણ કરવામાં આવે છે.ખાતરની કાળાબજાર થતી હોવા અંગે માહિતી આપવામાં આવશે.તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.જો કે ખેડૂત ના આધાર કાર્ડ અને ફિંગર વગર ખાતર નું વિતરણ કરવામાં આવતું નથી.

જુઓ આ વિડીયો