પોરબંદર

પોરબંદર માં મોબાઈલ માં વેબસાઈટ મારફત ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા શખ્શ ની પોલીસે ધરપકડ કરી છે.
પોરબંદર ના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફના પીએસઆઈ બી.એસ.ઝાલા તથા સ્ટાફ ગત રાત્રે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળી હતી કે હરીશ ટોકીઝ પાર્કીંગ પાસે એક શખ્શ પોતાના મોબાઇલ ફોનમાં હાલમાં ચાલતાં આઈપીએલ ક્રિકેટની 20-20 મેચ માં ખેલાડીઓના રનફેર ઉપર હારજીતનો ઓનલાઇન જુગાર રમે છે.જેથી પોલીસે ત્યાં દરોડો પાડતા રાણા નાથાભાઈ કડછા નામનો શખ્શ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જેમાં આ શખ્શ પોતાના મોબાઈલમાં વેબસાઈટ ની લીન્કમાં ઓનલાઈ રનફેરનો જુગાર રમતો હતો આથી તેની પુછપરછ કરતા જામનગરમાં રહેતા અફરીદી અજીતભાઈ શેખ નામના શખ્શે તેને આઈડી બનાવી આપી હતી.અને તેના મારફત રમતો હોવાનુ જણાવતા પોલીસે તેની પાસે થી ૭૦૦૦ રૂ ની કીમત નો મોબાઈલ કબજે કરી ગુન્હો નોંધી જામનગર ના શખ્શ ની શોધખોળ હાથ ધરી છે.
જુઓ આ વિડીયો