પોરબંદર

પોરબંદરમાં તાજેતર માં અવસાન થયેલ મહિલા ના તેરમા પ્રસંગે તેના પરિવારજનોએ અન્ય ખર્ચ કરવાને બદલે મોક્ષા કપિંગ કેમ્પ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું.જેનો લાભ મોટી સંખ્યા માં દર્દીઓએ લીધો હતો.

પોરબંદરમાં સ્વ. આશાબેન નાથાલાલ ગોકાણીના સ્મરણાર્થે જીવનલાલ ધામેચા આંખની હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મોક્ષા કપિંગ કેમ્પ તથા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ડો. નુતનબેન ગોકાણી સહિત તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે માતા જીવિત હતા ત્યારે જ તેઓની ઈચ્છા હતી કે તેના અંતિમ સંસ્કાર બાદ કોઈ વિધિ પાછળ અન્ય કોઈ ખર્ચ કરવો નહિ.જેથી માતાના મૃત્યુના તેરમાના દિવસે દર્દીઓ માટે કેમ્પ યોજ્યો હતો.મોક્ષા કપિંગમા શરીરના તમામ દુખાવા જેવાકે, કમર, ગોઠણ, ખભો, નશ દબાવવી, ગાદીની તકલીફ, સાયટીકા જેવા અસહ્ય દુખાવાની સારવાર કોઈપણ પ્રકારની દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર આધુનિક કપિંગ થેરાપી તથા ફિઝિયોથેરાપી દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી.જેમાં 150 જેટલા દર્દીએ લાભ લીધો હતો.તેમજ આંખને લગતા રોગ માટે ના કેમ્પ માં 90 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.ઉપરાંત આ પરિવાર દ્વારા શ્રમિક વર્ગના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.આ તકે ડો. સિદ્ધાર્થ ગોકાણી,ડો.રીતિગ્યા ગોકાણી,આંખના ડો. યશશ્વિની બદીયાણીએ સેવા આપી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

જુઓ આ વિડીયો