પોરબંદર

પોરબંદરના ઝુરીબાગમાં શેરી. નં 13મા સસ્તા અનાજની દુકાને ચાલુ માસ નું અનાજ હજુ સુધી વિતરણ ન કરવામાં આવતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો.વારંવાર ધક્કો ખવડાવી ને પણ પુરતું અનાજ વિતરણ ન કરાતું હોવાનો આક્રોશ મહિલાઓ એ ઠાલવ્યો હતો.

પોરબંદરમાં અનેક વિસ્તારો માં સસ્તા અનાજની દુકાને વારંવાર ધક્કા ખવડાવી ને પણ પૂરતું અનાજ વિતરણ થતું ન હોવાની ફરિયાદો ઉઠે છે,ત્યારે આજે ઝુરીબાગ શેરી નં.13 મા આવેલ રણમલભાઈ મોઢવાડિયા ની સસ્તા અનાજની દુકાને ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો.ગ્રાહકો અને ખાસ કરીને મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સસ્તા અનાજની દુકાન ખાતે ઘણા સમય થી સમયસર અને પુરતા અનાજ નું વિતરણ કરવામાં આવતું નથી.ચાલુ માસ પૂર્ણ થવા આવ્યો છે.છતાં પણ અનાજ વિતરણ શરુ કરાયું નથી.અને વિતરણ થાય ત્યારે પણ અડધા થી એક કિલો અનાજ નો જથ્થો ઓછો આપવામાં આવે છે.

અને દુકાન માત્ર બપોર પછી જ ખુલે છે.અને તેમાં પણ દુકાનદાર હાજર રહેવાના બદલે તેના માણસો જ અનાજ આપે છે.અને તે પણ વારંવાર ધક્કા ખવડાવે છે.અને પુરતું અનાજ અને તેલ નો જથ્થો આપતા નથી.તેમજ તોછડું વર્તન કરે છે.કેટલીક મહિલાઓ,વૃધ્ધાઓ તો દુર ના વિસ્તાર માંથી મોંધા રીક્ષાભાડા ખર્ચી ધક્કા ખાય છે.આ અંગે દુકાનદાર હાર્દિક મોઢવાડિયા ને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે સરકારે આ માસે મોડું અનાજ વિતરણ કરતા અનાજ 17 તારીખે આવ્યું હતું.ત્યાર બાદ એક દિવસ અનાજ નો ક્વોટા કોમ્પ્યુટર માં અપડેટ થતા લાગે છે.ત્યાર બાદ તેની બહેન ના લગ્ન હોવાથી તા ૧૮ થી ૨૨ દુકાન બંધ હતી.તા ૨૩ ના રોજ દુકાન ખોલી ત્યારે લેપટોપ બગડી ગયું હતું.પોતે રાણાવાવ રહેતો હોવાથી દુકાન અડધો દિવસ જ ખુલ્લી રાખે છે.

જુઓ આ વિડીયો