પોરબંદર

જુનાગઢ ખાતે મહાશિવરાત્રી નો મેળો યોજાશે.ત્યારે પોરબંદર એસટી વિભાગ દ્વારા તા ૨૫ થી ૧ માર્ચ સુધી દ્વારકા અને જુનાગઢ માટે ખાસ બસો દોડાવવામાં આવશે.

બે વર્ષ બાદ જુનાગઢ ખાતે ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રી ના મેળાનું આયોજન થયું છે. ત્યારે પોરબંદર થી મેળા માં જવા માંગતા મુસાફરો માટે એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરાયું છે.ઇન્ચાર્જ ડેપો મેનેજર મહમદભાઈ હિંગોરા એ જણાવ્યું હતું કે જુનાગઢ ખાતે મહાશિવરાત્રી ના મેળા માં ભાગ લેવા પોરબંદર થી પણ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ જતા હોય છે.ઉપરાંત આ તહેવાર દરમ્યાન પોરબંદર આવેલા યાત્રાળુઓ દ્વારકા નાગેશ્વર પણ જતા હોય છે.આથી એસટી વિભાગ દ્વારા આગામી તા ૨૫ ફેબ્રુઆરી થી તા ૧ માર્ચ સુધી જુનાગઢ અને દ્વારકા માટે રાઉન્ડ ધ કલોક બસો ની સુવિધા આપવામાં આવશે.જેથી યાત્રાળુઓ ને જવા માટે સરળતા રહેશે.

જુઓ આ વિડીયો