પોરબંદર

પગરખા પર જીએસટી ૧૨ ટકા કરવામાં આવતા પોરબંદર ફૂટવેર મર્ચન્ટ એસોસિએશન દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ ના નેજા હેઠળ આજે અડધો દિવસ પોતાનો વ્યવસાય બંધ રાખી કલેકટર ને આવેદન પાઠવ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી ફૂટવેર જેવી આવશ્યક ચીજવસ્તુ પર ૫ ટકા જીએસટી હતો.પરંતુ તાજેતર માં વધારી ને ૧૨ ટકા કરાયો છે. જેથી વેપારધંધા ભાંગી જાય તેવો ભય રહેલો છે.જેથી જીએસટી નો દર અગાઉ નો જ યથાવત રાખવા રજૂઆત માં જણાવ્યું છે.
પોરબંદર ના ફૂટવેર ધંધાર્થીઓ એ ચેમ્બર ઓફ કોમર્સ ને સાથે રાખી કલેકટર ને રજૂઆત કરી છે જેમાં જણવ્યું છે કે હાલમાં કેન્દ્ર સરકાર તરફથી પગરખા(ફુટવેર) જેવી આવશ્ય ચીજ-વસ્તુ ઉપર અગાઉ રૂા.૧ થી ૯૯૯ સુધી ૫ ટકા  જી.એસ.ટી. હતો ત્યારે હાલ કેન્દ્ર સરકાર તરફથી જી.એસ.ટી. નો દર  ૧૨% કરવામાં આવેલ હોય તે ખુબજ વેપાર-ધંધાને અને આમ જનતા ને નુકશાન કારક છે.

હાલ ખુબજ મોંઘવારી હોય વેપાર-ધંધા ખુબજ પડી ભાંગ્યા હોય ત્યારે કેન્દ્ર સરકારે જી.એસ.ટી.માં એટલો બધો વધારો આપતા વેપારીઓમાં ખુબજ નારાજગી જોવા મળતી હોય ત્યારે પગરખા બનાવવારો કારીગર વર્ગ ખુબજ ગરીબ હોય છે.ત્યારે જી,એસ.ટી. વધવાથી નાના કારીગરોને આની અસર ખુબજ ખરાબ થઈ અને વેપાર-ધંધા ભાગી જવાની વકી થઈ એવો ભય સતાવી રહ્યો છે.ત્યારે નાના કારીગરોને ઓછી રોજગારી મળવાથી બેરોજગારીની સમસ્યા પણ વધી શકે તેમજ હાલમાં જી.એસ.ટી.ના દરમાં વધારો થવાથી નાના વેપારીઓને પોતાના ધંધા-રોજગાર બંધ કરવાની નોબત આવે ત્યારે વેપારી અને તેમની દુકાનમાં કામ કરતા માણસો પણ બેરોજગાર બને તેવી પણ સમસ્યા ઉભી થાય છે.

ત્યારે હાલ કોરાના મહામારીના હિસાબે પણ વેપાર-ધંધા પણ ખુબજ ઓછા થઈ ગયા ત્યારે અગાઉ પગરખા પર જી.એસ.ટી.૫% હતો તે યથાવત રાખવો અને હાલ જી.એસ.ટી.માં વધારો કરેલ હોય તે પરત ખેંચવો એવી વિનંતી  કરી છે

જુઓ આ વિડીયો