પોરબંદર

પોરબંદર માં પાલિકા દ્વારા ફૂટપાથ પર બગીચો બનાવવાના વિરોધ માં યુથ કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.

પોરબંદર પાલિકા દ્વારા રૂપાળીબા બાગ પાસે ફૂટપાથ પર બગીચો બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના વિરોધ માં યુથ કોંગ્રેસ દ્વારા બગીચા ના સ્થળ પર ધરણા કરવામાં આવ્યા હતા.અને પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું હતું કે ગાંધીજન્મભુમિ પોરબંદર શહેરમાં રાજાશાહી વખતથી રોડની સાઈડોમાં રાહદારીઓ માટે ફૂટપાથોની મોટી જગ્યા છોડવામાં આવી હતી.જે સમય જતાં રોડ પહોળા કરવાના નામે કાપી નાખવામાં આવી છે.અને હવે શહેરના મુખ્ય માર્ગો ઉપર નામ પુરતી ફુટપાથો રહી જવા પામી છે.

શહેરના મુખ્ય એમ.જી.રોડ ઉપર રૂપાળીબાગ પાસે,બાલુબા સ્કુલની બાજુમા આવેલ ફૂટપાથ ઉપર હાલમાં ‘વિકાસ’ના નામે ફૂટપાથ ઉ૫૨ જ બગીચો બનાવવવામાં આવ્યો છે જે ખરેખર રાહદારીઓ માટે નડતરરૂપ બની રહેશે.આ વિસ્તાર આસપાસ સ્કુલ/કોલેજો આવેલ છે.જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પગપાળા પસાર થતા હોય છે.પરંતુ હવે તેઓને રોડ ઉપર ચાલવાની ફરજ પડશે.જેથી અકસ્માતની શકયતા ખુબ વધી ગઈ છે.આ ઉપરાંત આ બગીચામાં અને આસપાસ યુવતિઓ સાથે છેડતીની શક્યતાઓ પણ વધી જશે.

આ ઉપરાંત ગોઢાણીયા કોલેજ સામે પણ ગાર્ડન બનાવવાની અને બેઠક વ્યવસ્થા કરવાની કાર્યવાહી ચાલી રહી છે.જેથી ત્યાં પણ કોલેજમાં આવતી વિદ્યાર્થીનીઓ પસાર થતી હોય તેઓને આવારા, લુખ્ખા તત્વોની છેડતીનો ભય પણ વધી જશે.આ બગીચાના નિર્માણ બાદ જો કોઈ ગંભીર બનાવ બને તો તેની જવાબદારી પોરબંદર-છાંયા નગ૨પાલિકા લેશે ? આડેધડ વિકાસને બદલે શહેરમાં જયાં જયાં ખુબ જ ‘વિકાસ’ની જરૂર છે.ત્યાં વિકાસ કરવામાં આવે તે જરૂરી છે. આ રીતે પ્રજાના પૈસા વેડફવાનું વહેલીતકે બંધ કરીને યોગ્ય કરવું જરૂરી છે.

પોરબંદરને બાગ બગીચાની જરૂર નથી, રોજગાર આપતા ઉદ્યોગોની જરૂર છે,જયાં ફૂટપાથ ઉપર બાંધકામ કરવામાં આવી રહયું છે બગીચા જેવું ત્યાંથી ફરતે ૧ – ૨ કીલોમીટરમાં જ અંદાજે ૧૪ જેટલા નાના – મોટા બાગ-બગીચાઓ બેઠક વ્યવસ્થા છે જેવા કે, રૂપાળીબાગ, રાણીબાગ, ચોપાટી, નાગાજણ સિસોદીયા પાર્ક, લોર્ડસ હોટલ સામે અને સર્કીટ હાઉસની સામે બગીચાઓ, પેરેડાઈઝ ફુવારા ઉપર બેઠક વ્યવસ્થા, ખીજડી પ્લોટ ખુલ્લા મેદાન ઉપર બનતો બગીચો, પક્ષી અભ્યારણ્ય, કમલાબાગ, રિવરફ્રન્ટ તો એટલા બગીચાઓ કોના માટે?

જયારે આ બધાનો વધુ વિરોધ તો પોરબંદરની જનતાને છે.અંગત લાભ માટે ખોટા કામો પાસ કરાવીને બિનજરૂરી બાંધકામ કરવામાં આવી રહયા છે.જયાં ફુટપાથ ઉપર ચાલવા નહીં મળે અને લોકો મજબુર બનશે રોડ ઉપર ચાલવા ત્યારે કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી કોની ?ત્યાં બેસવા આવવા વાળાની વાહનોની પાર્કીંગની સગવડ કોણ કરશે? વગેરે અનેક સવાલો ઉભા થયા છે.ત્યારે આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવું જરૂરી બની ગયું છે.

આથી પોરબંદરમાં જયાં જયાં ફુટપાથ ઉપર બગીચાઓ બનાવવામાં આવી રહયા છે તે રદ કરીને તાત્કાલીક પ્રજાહીતમાં નિર્ણય લેવા માંગ કરી છે.
જુઓ આ વિડીયો